• Gujarati News
  • માંગરોળમાં બંધ ઘરમાંથી 93 હજારની મતાની ચોરી

માંગરોળમાં બંધ ઘરમાંથી 93 હજારની મતાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાંરેલવે સ્ટેશન નજીક ફળવાળી ચાલમાં એક બંધ મકાનમાં સોમવારની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. અને કબાટમાં મુકેલ રોકડા અને સોના ચાંદીના દાગીનામળી કુલ 93 હજારની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. વહેલી સવારે ચોરી અંગેની જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર માંગરોળ ખાતે રેલવે સ્ટેશન નજીક ફળવારી ચાલમાં રહેતા શ્યામસુદ બાબુલાલ શાહની મોસાલી ખાતે ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાન આવેલ છે. થોડા સમયથી શ્યામસુદભાઈ શાહનું પરિવાર માંગરોળ ગામમાં નવુ મકાન લીધુ હોય ત્યાં રહેવા ગયા હતાં. અને જૂનુ ઘરને તાળુ મારી દેવાતા આવ્યું હતું. દિવસ દરમિયાન જૂનુ ઘર બે ત્રણ કલાક ખોલી સાફ સફાઈ કરી બંધ કરી બંધ કરી દેવામાં આવતું હતું. સોમવારની રાત્રિએ અજાણ્યા તસ્કરો બંધ ઘરને ટારગેટ કર્યુ હતું. ઘરના મુખ્ય દરવજાનું ટાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરના કબાટનું તાળુ તોડી અંદર મુકેલ 60 હજાર રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 93 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. વહેલી સવારે પાડોશીએ બંધ ઘરનું તાળુ તુટેલી અને દરવાજો ખુલ્લો જોતા શ્યામસુદ શાહને જાણ કરી હતી. ઘર માલિક આવી તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલૂમ થતાં તાત્કાલિક માંગરોળ પોલીસને જાણ કરી હતી. ચોરી અંગેની ફરિયાદ ઘર માલિકે કરતાં ગુનો નોંધી આગળની તપાસ એન. જે. બિરાડેએ હાથ ધરી છે.

ઠંડી શરૂ થતાં તસ્કરો સક્રિય

શિયાળાનીઠંડીશરૂ થતાં ફરી માંગરોળ વિસ્તારમાં ચોર ટોળકી સક્રીય બની છે. ભૂતકાળમાં એક બે વર્ષ અગાઉ તસ્કરોએ તાલુકા મથક પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારની દશથી વધુ દુકાનોને નિશાન બનાવી હતી. ફરી તાલુકા મથક ખાતે ચોરીનો બનાવ બનતાં સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. નાઈટ પેટ્રોલિંગ ફારસરૂપ હોવનું પણ ચર્ચાઈ રહ્યું છે. તસ્કરોની ઘટનાને રોકવા પોલીસ સઘન નાઈટ પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠી છે.

ડોગસ્કવોડ દ્વારા તપાસ

93હજારનીચોરીની જાણ માંગરોળ પોલીસને થતાં ડોગસ્ક્વોર્ડ, ફિંગર પ્રીન્ટ એક્સપર્ટ અને એફએસએલમાં જાણ કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી કોઈ ફરક્યું હોવાનું જાણવા મળ્યું છે.

આટલી વસ્તુની ચોરી

માંગરોળનાફળવાડીગલીમાં બંધ ઘરમાંથી તસ્કરોએ સોનાની ચેન નં 1, સોનાની વીટી નં 2, સોનાની બુટ્ટી નં 2, ચાંદીના સાંકળા નં 1 અને 60 હજાર રોકડાની ચોરી