• Gujarati News
  • National
  • ઝંખવાવમાં નવનિર્મિત કરૂણાસાગર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ઝંખવાવમાં નવનિર્મિત કરૂણાસાગર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ |માંગરોળ તાલુકાના ઝંખવવા ગામે નવનિર્મિત ભગવાન કરૂણા સાગર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ સાથે સંપન્ન થયો હતો. પ્રતિષ્ઠા મહોત્સવમાં ઝંખવાવ ગામે પધારેલા સંતો મહંતોનું જ્ઞાન સંપ્રદાયના હજરો ભક્તોએ ભવ્ય સામૈયુ કરી સ્વાગત કર્યુ હતું. સવારે ધૂન પ્રતિભતફેરી સમૂહ ઉપાસના કરાવમાં આવી હતી. બપોરે ગામમાં ભવ્ય શોભાયત્રા નીકળી હતી. ત્યારબાદ સુમનભાઈ ચૌધરી પરિવારે પરમગુરુના તૈલી ચિત્રની પ્રતિષ્ઠા કરી હતી. તેમજ કળશ ચઢાવી ધજા રોહણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે સુરકુવા નવાસી સંતકૃપાલદાસજી ગુરુ મોતીરામજી મહારાજ, મહંત નિશ્ચલદાસજી મહારાજ, મઢી સિમોદ્રા નિવાસી સુખાનંદજી મહારાજ વગેરે ધાર્મિક સત્સંગ પ્રવચનો કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...