તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉમરપાડામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

ઉમરપાડામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરપાડાતાલુકામાં ગત રાત્રીએ ચાર ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ વરસતા ખુશ ખુશાલ થયેલા ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. જ્યારે માંગરોળ તાલુકામાં અઢી ઇંચ જેટલા વરસેલા વરસાદ સાથે ચોમાસાની ઋતુનો જોરદાર પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ નબળું રહેતાં ખેડૂતોને નબળા ચોમાસાની ચિંતા સતાવી રહી છે.

ગત રોજ શુક્રવારની રાત્રે 3:00 કલાકે ઉમરપાડા તાલુકાના વાડી, નશારપુર, કેવડી, ઉમરપાડા તાલુકા મથક તેમજ નવી વસાહતના ઉમરદા, ખોટા રામપુરા અને વડપાડા, ચવડા વિસ્તાર સહિત સમગ્ર ઉમરપાડા તાલુકામાં 104 મીમી વરસાદ પડ્યો હતો.

ઉમરપાડાનો કુલ વરસાદ 139 મીમી નોંધાયો હતો. માંગરોળ તાલુકામાં ગતરોજ શુક્રવાર સાંજે અને રાત્રીએ વરસાદનો જોરદાર પ્રારંભ થયો હતો. માંગરોળ તાલુકામાં 72 મીમી વરસાદ સવાર સુધીમાં નોંધાયો હતો.

કુલ વરસાદ 76 મીમી નોંધાયો હતો. હાલમાં માંગરોળ તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો નથી પરંતુ સમયસર વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતોને સારા ચોમાસાની આશા બંધાઈ છે.

છેલ્લા ચાર વર્ષ બાદ સમયસર વરસાદ

ચારવર્ષ પછી મેઘરાજાના સમયસર આગમનથી ખેડૂતોને સારા ચોમાસાની આશા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદરીશ મલેકે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષ પછી મેઘરાજાનું સમયસર આગમન થયું છે. જેથી સારા ચોમાસાની ખેડૂતોને આશા જાગી છે. હાલમાં માંગરોળ તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો નથી. પરંતુ શેરડી જેવા રોકડિયા પાકને જીવતદાન મળ્યું છે ત્યારે વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહે એવા કુદરતી અણસાર ખેડૂતોને મળી રહ્યા છે.

માંગરોળમાં અઢી ઇંચ વરસાદ સાથે ચોમાસાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...