Home » Gujarat » Bardoli Jilla » Vankal » ઉંમરપાડા કોંગ્રેસનું દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

ઉંમરપાડા કોંગ્રેસનું દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 04:45 AM

રાજ્યમાં વર્તમાન ભાજપ સરકારના રાજમાં દલિતો ઉપર વધી રહેલા અત્યાચારના વિરોધમાં ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતીના...

  • ઉંમરપાડા કોંગ્રેસનું દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર
    રાજ્યમાં વર્તમાન ભાજપ સરકારના રાજમાં દલિતો ઉપર વધી રહેલા અત્યાચારના વિરોધમાં ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતીના આગેવાનોએ ગુજરાતના રાજપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉંમરપાડના મામલતદારને સુપ્રત કરી દલિત સમાજને પુરતુ રક્ષણ આપવાની માંગ કરી છે.

    ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ રામસિંગ વસાવા સહિતના આગેવાનોએ ગુજરાતના રાજ્યપાલ સમક્ષ કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યમાં દલિત સમાજ ઉપર અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યાં છે. વર્તમાન ભાજપ સરકાર દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. સરકારની નિષ્ક્રિયતાના કારણે દલિતનો ભોગ લેવાય રહ્યો છે. તાજેતરમાં પાટણ ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરેલ છે. સરકાર માત્ર આશ્વાસન આપે છે. પરંતુ દલિત પરિવારના હિતમાં કોઈ નક્કર પગલાં ભર્યાં નથી. ભાનુભાઈના દુખદ અવસાન જેવી ઘટના ફરી ન બને તેના માટે સરકાર દલિતો માટે ન્યાયિક કાર્યવાહી કરે તે જરૂરી છે. ભૂતકાળમાં આવા બનાવો બનેલા છે જેમાં થાનગઢ ઉનાકાંડ સહિત અસંખ્ય બનાવોમાં સરકારે નક્કર પગલાં ભર્યા નથી. જેથી દલિતો ઉપર અત્યાચારનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસપક્ષ હવે દલિતોના અત્યાચારને સાખી લેશે નહીં અને ન્યાયના હિતમાં ઉગ્ર આંદોલનો કરશે તેવી ચીમકી આપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ