તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોલવણમાં ભારે રસાકસી બાદ દલપત વસાવા જીત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોલવણમાં ભારે રસાકસી બાદ દલપત વસાવા જીત્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના મોલવણ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ભાજપના બે સરપંચ ઉમદેવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાતા ભારે રસાકસી વચ્ચે દલપતભાઈ દેવેન્દ્રભાઈ વસાવા સરપંચ પદે વિજેતા થયા હતાં. જ્યારે છમુછલ ગ્રામ પંચાયત પાંચ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસના સમર્થનવાળા સરપંચના ઉમદેવાર દક્ષાબહેન જિતેન્દ્રભાઈ વસાવાનો ભવ્ય વિજય થયો હતો. મોલવણ ગ્રામ પંચાયતના સરપંચ પદે છેલ્લા બે ટર્મથી વિજેતા બનતા નિમેષભાળી કાળીદાસ વસાવાએ ત્રીજીવાર સરપંચ પદ માટે પોતાની પેનલ સાથે ઉમદેવારીનોંધાવી હતી. જેની સામે ભાજપના દલપતભાઈ દેવજીભાઈ વાસવાએ પેનલ સાથે સરપંચપદ માટે ઉમદેવારી નોંધાવી હતી. જેમાં મત ગણતરી દરમિયાન ભારે રસાકસી વચ્ચે બંને પેનલનના ચારચાર સભ્યો વિજેતા થયા હતાં. અને અંતમાં દલપતભાઈ વસાવાનો 32 મતે પાતળી સરસાઈથી વિજય થયો હતો. વિજેતા સરપંચ સભ્યોનું મોલવણ ગામમાં વિજય સરઘસ નીકળ્યુ હતું. જ્યારે નવરચિત છમુછલ ગ્રા. પંચયતની ચૂંટણીમાં ભાજપ અને ભીલીસ્થાન ટાઈગર સેનાના સમર્થન વાળા સરપંચના ઉમેદાવરોને હરાવી કોંગ્રેસ સમર્થનવાળા સરપંચ ઉમદેવાર દક્ષાબહેન જિતેન્દ્રભાઈ વસાવા 62 મતે વિજય થયો હતો.

મોલવણ ગામના વિજેતા ઉમેદવાર

છમુછલમાં કોંગ્રેસના સમર્થન વાળા દક્ષાબહેનનો સરપંચ પદે વિજય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો