તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોળીકૂઈ પાતલ દેવીમાં ભાજપના સરંપચોનો વિજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળીકૂઈ-પાતલ દેવીમાં ભાજપના સરંપચોનો વિજય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાની ધોળીકૂઈ અને પાતલદેવી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપના સરપંચોનો સતત બીજીવાર ભવ્ય વિજય થતાં વિજેતા ઉમદેવારો ટેકેદારોએ વિજય સરઘસ કાઢ્યું હતું.

ધોળીકૂઈ ઝીનોરા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાત સભ્ય દીપકભાઈ વસાવા માટે પ્રતિષ્ઠાનો સવાલ બની હતી. ઉપરોક્ત ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ પદે સફળ સેવા આપી રહેલા દશરથભાઈ વસાવાના ધર્મપત્ની ચંપાબહેન વસાવાએ સરપંચપદ માટે પોતાની પેનલ સાથે ઉમદેવારી નોંધાવી હતી. તેમના હરિફ તરીકે દિનુબહેન અમરતભાઈ ચૌધરી અને મધુબહેન રામસિંગ વસાવાએ ઉમેદવારી કરતા ત્રિપાંખીયો ચૂંટણી જંગ થયો હતો. જેમાં ચંપાબહેન વસાવાને સૌથી વધુ 750 મત મળતાં તેમનો વિજય થયો હતો. જ્યારે સભ્યોમાં અભેસિંગ વસાવા, જયેશ વસાવા અને ભારત ચૌધરી સહિત સભ્યો વિજેતા થયા હતાં.વિજેતા ઉમદેવારોનું ધોળીકૂઈ ઝીનોરા ગામે વિજય સરઘસ નીકળ્યું હતું. જ્યારે પાતલદેવી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ રાહુલભાઈ ચૌધરીએ પાંચ વર્ષ સરપંચ પદે સેવા આપી પછી સરંપચની બેઠક સ્ત્રી અનાતમ થતાં તેમના ધર્મ પત્ની ચંદ્રીકાબહેન ચૌધરીએ ઉમદેવારી નોંધાવી હતી. જેમાં ચંદ્રીકાબેહનને ચૌધરીને સૌથી વધુ 465 મતો મળતાં તેમનો 84 મતે વિજય થયો હતો. જ્યારે જિલ્લા પંચાયત સભ્ય પુષ્પાબહેન ચૌધરીના કોંગ્રેસ તરફી સરપંચના ઉમદેવાર ગુણવંતાબહેન નિલેશભાઈ વસાવાને 381 મતો મળ્યા હતાં. ત્રીજા ઉમદેવાર સરસ્વતીબહેન ચૌધરીને 84 મળ્યા હતાં. ઉપરોક્ત કોંગ્રેસ તરફી મનતા બંને ઉમદેવારો વચ્ચે સમજૂતી થતાં કોંગ્રેસના ઉમેદવારો સત્તાથી દૂર રહ્યાં હતાં.

ભાજપ જિ. પં. સભ્ય દિપકભાઇ વસાવાનો હાથ ઉપર રહ્યો, કોંગ્રેસના જિ. પં. સભ્ય પુષ્પાબહેન ચૌધરીના વતન પાતલદેવીમાં કોંગ્રેસની હાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો