તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આમલી દાડબામાં જમનાબહેન વસાવાનો બે મતેથી વિજય થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમલી દાડબામાં જમનાબહેન વસાવાનો બે મતેથી વિજય થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાની ત્રણ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં આમલી દાબડા ગ્રામ પંચાયતના સરપંચ પદે ભારે રસાકસી વચ્ચે જમનાબહેન દિનેશભાઈ વસાવાનો માત્ર બે મતે વિજય થયો હતો. જ્યારે વહાર ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થીત ઉમેદવાર ઈન્દ્રજીત વસાવાનો 147 મતે વિજય થયો હતો.

આમલી દાબડા ગ્રામ પંચાયતમાં ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ સમર્થીત ઉમેદવાર અનિતાબહેન મનોજભાઈ વસાવાને 325 મતો મળ્યા હતાં. જ્યારે જમનાબહેન દિનેશભાઈ વસાવાને 327 મતે મળતાં માત્ર બે મતે વિજય થયો હતો.

અન્ય ઉમેદવાર દિનાબહેન સુંદર વસાવાને 280 મતો મળ્યા હતાં. હાલ જીતેલા ઉમદેવાર કોંગ્રેસપક્ષ તરફી હોવાનું મનાઈ રહ્યું છે. બબાલકૂવા ગ્રામ પંચાયતમાં અમરસિંગ વાલજીભાઈ વસાવાનો 41 મતે વિજય થયો હતો. તેમની કુલ 426 મતો મળ્યા હતાં. જ્યારે તેમના હરીફ દિનેશ દેવજીભાઈ વસાવા ને 385 મતો ળ્યા હતાં. જિતેલા ઉમદેવાર અમરસિંગ વસાવા કોંગ્રેસ પક્ષ તરફી હોવાનું જણાય રહ્યું છે.

વહોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈદ્રજીત વંજીભાઈ વસાવાને 537 મતો મળતાં તેમનો 147 મતે વિજય થયો હતો. તેમના હરિફ વિક્રમભાઈ કુમારચંદ્ર વસાવા 490 મત મળ્યા હતાં. જિતેલા ઉમેદવારોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

વહાર ગ્રામ પંચાયતમાં ભાજપના ઈદ્રજીત વસાવા વિજેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો