ઝીનોરાની યુવતીની પ્રેમલગ્ન બાદ કુટુંબીઓ સામે ફરિયાદ
માંગરોળતાલુકાના ઝીનોરા ગામે યુવતીએ ભાગી જઈ પ્રેમલગ્ન કરી લેતાં નારાજ થયેલા માતાપિતા અને ભાઈએ યુવતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં યુવતીએ માતાપિતા અને ભાઈ વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
થોડા દિવસ અગાઉ ઝીનોરા ગામે રહેતી અરુણા નામની યુવતીને ગામમાં રહેતા રોહિત નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. ત્યારબાદ બંને ઘરેથી ભાગી જઈ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. કાયદેસરના પતિપત્ની બની ગયાં હતાં પરંતુ બીજી તરફ અરુણાના પરિવારને પ્રેમલગ્ન મંજૂર હોવાથી રોષે ભરાયેલા અરુણાના પિતા અરવિંદ વલ્લભભાઈ વસાવા, માતા દેવલબહેન અરવિંદભાઈ વસાવા અને ભાઈ જિગ્નેશ અરવિંદભાઈ વસાવા ત્રણેય જણાએ અરુણાના ઘરે જઈ તે કેમ ભાગીને લગ્ન કરી લીધાં હોવાનું જણાવી અરુણાને લાફો માર્યો હતો અને સમયે અરુણાનો પતિ રોહિત ગંભીર વસાવાએ વચ્ચે પડીને છોડાવી હતી. ત્યારે ત્રણેએ અરુણાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યા જતાં અરુણાએ માતા દેવલબહેન, પિતા અરવિંદભાઈ અને ભાઈ જગ્નેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.