ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:25 AM IST

    વાંકલ | માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક મહોત્સવ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન સામસિંગભાઈ...
    • માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
      માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
      વાંકલ | માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક મહોત્સવ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન સામસિંગભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મદ્રેસા હાઈસ્કૂલના ટાઉન હોલ માંગરોળ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ રણા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબહેન ગામીત, કેતનભાઈ ચૌધરી, જગદીશભાઈ ગામીત, ઉમેદભાઈ ચૌધરી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના પ્રમુખ સામસિંગભાઈ વસાવાએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણની સાથે સાથે રમત ગમત તેમજ કલાનું પણ એટલું જ મહત્વ છે. તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ કલાકારો અને તૈયારી કરાવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ આમાંથી બાળકો જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષા સુધી પહોંચે એવી શુભેચ્છા પાઠવી હતી. અને મહાનુભવોએ પણ પ્રાસંગિક પ્રચવનો કરેલ હતાં. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિભાગ ગરબા, રાસ, લોકનૃત્ય, અભિનયગીત, દેશ ભક્તિમાં 16 કૃતિઓએ ભાગ લીધો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માંગરોળ તાલુકાનો ગ્રામ્યકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `