Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વોટ્સએપ પર સારવારની ગેરંટી આપતો ઊંટવૈદ ઝડપાયો

વોટ્સએપ પર સારવારની ગેરંટી આપતો ઊંટવૈદ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:25 AM

મેડિકલ ઓફિસર-પંચને સાથે રાખી કાર્યવાહી, વૈદકીય સારવારનાં પ્રમાણપત્રો ન હતા, ત્રણ પોટલાં ભરી દવા જપ્ત ...

  • વોટ્સએપ પર સારવારની ગેરંટી આપતો ઊંટવૈદ ઝડપાયો

    મેડિકલ ઓફિસર-પંચને સાથે રાખી કાર્યવાહી, વૈદકીય સારવારનાં પ્રમાણપત્રો ન હતા, ત્રણ પોટલાં ભરી દવા જપ્ત

    જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે માંગરોળના મોસાલી ગામે ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરી સામે રહેતો સલીમભાઈ દવાવાળો પોતાની પાસે સરકારમાં કોઈ વૈદ્યકીય સારવારના પ્રમાણપત્રો નોંધણી વિના લિવર, કેન્સર, કિડની, સોજા આવવા સહિતના રોગોની સારવાર ખાતરીપૂર્વક કરી આપવાની જાહેરાત કરી હાટડી ચલાવી રહ્યો છે, જેથી તાલુકા સહિત દૂર દૂરના દર્દીઓ તેની પાસે આવી રહ્યા છે. આ દર્દીઓને ખોટી સારવારના નામે છેતરપિંડી કરી નાણાં પડાવતો હોવાની ફરિયાદ અવાર-નવાર ઉઠતાં 23મીએ એસઓજી સુરત શાખાએ માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ પંચના માણસોને સાથે રાખી આ ઠગના નિવાસ સ્થાને રેડ કરી ઝડપી પાડ્યો હતો. તેણે પોતાનું નામ સલીમ અબ્દુલવહાબ ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ઘરમાંથી વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ મળી આવી હતી. આ ઠગ પાસે સરકારના વૈદકીય સારવારનાં પ્રમાણપત્રો નોંધણી અંગેના કોઈ આધાર પુરાવા ન હતાં. જેથી તમામ આયુર્વેદિક દવાઓ જપ્ત કરી એસઓજી સુરત શાખાના દીપેશભાઈ હસમુખભાઈએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં સલીમ વિરુદ્ધ ગુજરાત વ્યાવસાય અધિનિમયમ 1963ની કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    ગેરંટીનો મેસેજ વાંચી દૂર દૂરના ગામથી લોકો આવતા હતા

    સોશિયલ મીડિયાના કારણે બહારગામના લોકો ઠગાઈ જતા

    સલીમને ત્યાં દવા લેવા આવનારા દર્દીઓમાં દૂર દૂરના લોકોની સંખ્યા વધુ હતી. કારણ કે વોટ્સઅપ પર પ્રચાર કરતો હોવાથી ખુણે ખુણેના લોકો મુલાકાત લઈ રહ્યા હતા જ્યારે સ્થાનિક લોકોને સલીમ ઊંટવૈદ્ય હોવાનું જાણતા હોવાથી તેની પાસે સારવાર માટે જતા ન હતા.

    રોગ નહીં મટે તો ફરી કોર્સ કરાવી રહેવા માટે પણ કહેતો

    કેટલાક દર્દીઓને સારવાર લીધા પછી પણ રોગ ન મટતાં આ ઠગ દવાનો કોર્સ ફરી કરવો પડેશે તેમ જણાવી મોટી રકમ પડવતો હતો અને અહીં તમારે રોકાવું પડશે એવી સમજ આપી મોટી રકમ ઉસેટતો હતો.

    એસઓજી પોલીસે ઝડપેલ દવાનો મુદ્દામાલ સાથે વૈદ્ય સલીમભાઈ.

    છેલ્લા ઘણા સમયથી આ ઈસમ ઊંટવૈદ્યુ કરી નાણાં પડાવતો હતો. અગાઉ વોટ્સઅપ ઉપર આ ઈસમે એક જાહેરાત મુકી હતી જેમાં કેન્સર, લિવર, કિડની જેવા તમામ રોગોને ગેરંટીપૂર્વક મટાડી આપવામાં આવશે તેવું જણવતાં સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ પોતાના સગા-વહાલા અને ઓળખાણવાળા લોકોને પૂછપરછ કરી માંગરોળ મોસાલી સુધી સારવાર માટે પહોંચી જતા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending