ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» શેરડીના નીચા ભાવોથી માંગરોળ તથા સુરત જિલ્લાના ખેડૂત આલમમાં આક્રોશ

    શેરડીના નીચા ભાવોથી માંગરોળ તથા સુરત જિલ્લાના ખેડૂત આલમમાં આક્રોશ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 02, 2018, 04:20 AM IST

    કેન્દ્ર અને રાજ્ય સરકારની બેધારી ખેડૂત વિરોધી નીતિ સામે વિરોધ
    • શેરડીના નીચા ભાવોથી માંગરોળ તથા સુરત જિલ્લાના ખેડૂત આલમમાં આક્રોશ
      શેરડીના નીચા ભાવોથી માંગરોળ તથા સુરત જિલ્લાના ખેડૂત આલમમાં આક્રોશ
      સરકારની ખેડૂત વિરોધી નીતિના પગલે શેરડીના નીચા ભાવો પડતા માંગરોળ તાલુકાના શેરડી પકવતા ખેડૂતો સહિત સમગ્ર સુરત જીલ્લાના ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે.

      31મી માર્ચના રોજ દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કરતા શેરડીના નીચા ભાવોના કારણે ખેડૂતોમાં વ્યાપક નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરડીના ઓછા ભાવ મળવા મુદ્દે માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ મલેકે કેન્દ્ર અને રાજ્ય સરકારની બેધારી ખેડૂત વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ કે ખાતર, ખેડ, ડીઝલ, બિયારણોના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભૂતકાળમાં જે ડી.એ.પી ખાતરની ગુણ રૂ. 125માં મળતી હતી. જેના ભાવ આજે રૂ. 1200 છે. મજૂરી ખર્ચ વધી ગયો છે. ખેડૂતને પોષણક્ષમ ભાવો આવા સંજોગોમાં ન મળે તો ખેડૂતોએ છેલ્લે આપઘાત કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

      શેરડી પાકના નીચા ભાવો બાબતે વધુ એક ખેડૂત આગેવાન હર્ષદભાઈ પંડ્યાએ સરકાર અને સુગરના સંચાલકોને આડે હાથ લેતા જણાવ્યુ કે એપ્રિલ-મે માસમાં સુગર મિલો બંધ થયા પછી ભાવો પાડવા જોઈએ જેથી સંચાલકોને ખબર પડે કે તેની પાસે સ્ટોક કેટલો છે. હાલમાં અનુમાન કરીને ભાવ પાડવામાં આવે છે.

      જ્યારે હાલમાં સરકારે નક્કી કરેલ એફ.આર.પી થી પણ નીચા શેરડીના ભાવો આપવામાં આવ્યા છે. જે ખાંડ સભાસદોને સુગર મિલોએ જે ભાવે આપી છે એનાથી પણ નીચા ભાવ શેરડીના આપવામાં આવ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શેરડીના નીચા ભાવોથી માંગરોળ તથા સુરત જિલ્લાના ખેડૂત આલમમાં આક્રોશ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top