તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેફરલના મુદ્દે 9મીએ ધરણા

રેફરલના મુદ્દે 9મીએ ધરણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ |ઉંમરપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સહિત કર્મચારીઓની ખાલી જગ્યા અને કથળેલા વહીવટના વિરોધમાં તાલુકા કોંગ્રેસ તા.9 ઓક્ટોબરને ગુરુવારના રોજ મામલતદાર કચેરી સામે પ્રતિક ધરણા કરી આવેદનપત્ર આપશે. રેફરલ હોસ્પિટલમાં રેસીડેન્સી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફની ઘણા લાંબા સમયથી જગ્યા ખાલી છે. પરંતુ જવાબદાર આરોગ્ય વિભાગ દ્વારા બાબતે કોઈ પગલાં ભરાતા નથી. તાલુકાના પ્રજાજનો માટે આરોગ્ય સેવાની મુશ્કેલી ઊભી થઈ છે. જેના નિરાકરણ માટે પ્રતિક ધરણાનું આયોજન કરાયું છે.