• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

ઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડાની 13 વર્ષની તરુણીને ચવડા ગામના યુવાને ફોસલાવીને તથા ધાકધમકી આપી વારંવાર બળાત્કાર...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 04:15 AM
ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી
ઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડાની 13 વર્ષની તરુણીને ચવડા ગામના યુવાને ફોસલાવીને તથા ધાકધમકી આપી વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી તરછોડી મૂકતાં પોલીસમાં ગુનો નોંધાયો છે.

ઉમરપાડા તાલુકાના ચવડા ગામનો કૌશિક વસાવા નામનો યુવાન નજીકમાં આવેલા જૂના ઉમરપાડા ગામની 13 વર્ષની તરુણીને એક લગ્ન પ્રસંગમાં મળ્યો હતો. ત્યારબાદ આ યુવાને પોતાનો ફોન નંબર તરુણીને આપ્યો હતો. તેઓ અવારનવાર ફોન પર વાતચીત કરતા હતા. ત્યારબાદ યુવાન તરુણીના ઘરે આવી લલચાવીને તેમજ ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો. જેના કારણે તરુણીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. જે બાબતની કૌશિકને જાણ થતાં જ તરુણીને મળવાનું અને ફોન પર વાત કરવાનું બંધ કર્યું હતું, જેથી તરુણીએ ઘટનાની જાણ પિતાને કરી હતી. જેથી આ યુવાનની શોધખોળ કરવા છતા ભાળ મળી ન હતી. 9મી એપ્રિલના રોજ તરુણીને પેટમાં દુ:ખાવો થતાં આશા વર્કર પાસે લઇ જવામાં આવી હતી. ત્યાંથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઘટના અંગે તરુણીના પિતાએ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ આપતાં બળાત્કાર તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App