Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલની સરકારી વિનયન કોલેજની લાયબ્રેરીને દોઢ લાખના પુસ્તકોનું દાન મળ્યું

વાંકલની સરકારી વિનયન કોલેજની લાયબ્રેરીને દોઢ લાખના પુસ્તકોનું દાન મળ્યું

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 04:15 AM

વાંકલ | અમદાવાદના ડો. આદિત્ય યાજ્ઞિક દ્વારા પોતાના દાદી સ્વ. નિરૂપમાબહેન યાજ્ઞિકની યાદમાં વાંકલ સરકારી વિનયન...

  • વાંકલની સરકારી વિનયન કોલેજની લાયબ્રેરીને દોઢ લાખના પુસ્તકોનું દાન મળ્યું
    વાંકલ | અમદાવાદના ડો. આદિત્ય યાજ્ઞિક દ્વારા પોતાના દાદી સ્વ. નિરૂપમાબહેન યાજ્ઞિકની યાદમાં વાંકલ સરકારી વિનયન કોલેજની લાયબ્રેરીને દોઢ લાખ જેટલી માતબાર રકમના કિંમતી પુસ્તકોનું દાન કરવામાં આવેલ છે. ડો. આદિત્ય યાજ્ઞિકનો પરિવાર અત્યંત સમૃદ્ધ સાહિત્યિક વારસો ધરાવે છે. તેઓના પરદાદા સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના જાણિતા સાહિત્યકાર છે જેમણે સરસ્વતિ ચંદ્ર જેવી ઉત્તમ નવલકથાનું સર્જન કર્યુ હતું. ડો. આદિત્ય યાજ્ઞિકે પણ ભાષાના સમૃદ્ધ વારસાને જાળવી રાખતાં ભાષાશાસ્ત્રી તરીકે ઉત્કૃષ્ટ કારકિર્દી એચએસએફ કંપની દ્વારા વિવિધ દેશોમાં ફેલાવેલ છે. આ કંપની કેન્દ્ર અને રાજ્ય સરકારને અન્ય દેશો સાથે ઔપચારિક કાર્યક્રમોમાં ભાષાંતર શાસ્ત્રીઓની સેવા પુરી પાડવાનું કાર્ય કરે છે. થોડા સમય પહેલાં જ તેઓ વાંકલની સરકારી વિનય કોલેજમાં પાંચ દિવસ માટે વિદ્યાર્થઓને સ્પેનીશ શીખવવા માટે આવ્યા હતાં. ત્યારે કોલેજમાં આગામી વેકેશનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમવર્ગ યોજાવાના છે તેની તેમણે જાણ થઈ હતી. આથી આ તાલીમ વર્ગને વધુ સુઘડ અને સુચારુ બનાવવાના આશયથી પોતાના દાદી નિરૂપમાબહેન યાજ્ઞિક કે જેમનો 104 વર્ષની જૈફ વયે સ્વર્ગવાસ થયો છે તેમની યાદમાં સંસ્થાની લાયબ્રેરીને દોઢ લાખ રૂપિયાની કિંમતના પુસ્તકોનું સરાહનીય દાન કરેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending