ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» દલીત સમાજ પર અત્યાચારનો માંગરોળમાં વિરોધ

    દલીત સમાજ પર અત્યાચારનો માંગરોળમાં વિરોધ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 04:15 AM IST

    માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસ અગ્રણી ડો. તુષારભાઈ ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ...
    • દલીત સમાજ પર અત્યાચારનો માંગરોળમાં વિરોધ
      દલીત સમાજ પર અત્યાચારનો માંગરોળમાં વિરોધ
      માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસ અગ્રણી ડો. તુષારભાઈ ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ પટેલની આગેવાની હેઠળ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતીના આગેવાન કાર્યકરોએ પાટણના દલીત આગેવાન ભાનુભાઈ વણકરે કરેલા આત્મવીલોપનની ઘટનાના વિરોધમાં માંગરોળના મામલતદારને આવેદપનત્ર આપી જવાબદારો વિરુદ્ધ પગલાં ભર માંગ કરી હતી.

      માંગરોળ તાલુકા મથક ખાતે બપોરે 1.00 કલાકે સમગ્ર તાલુકાના કોંગ્રેસ કાર્યકરોએ એકત્ર થઈ ગુજરાતમાં રાજ્યપાલને સંબોધીને લખેલ એક આવેદનપત્ર મામલદાને સુપ્રત કરી જણાવ્યું કે ભૂતકાળમાં થાનગઢથી શરૂ થયેલા દલીતો પર અત્યાચારનો સીલસીલો રાજ્યમાં સતત વધી રહ્યો છે. છતાં રાજ્ય અને કેન્દ્રની સરકાર આ મુદ્દે કોઈ પગલાં ભરતી નથી. જે બાબતે રાજ્ય માટે કલંકરૂપ સાબિત થઈ રહી છે. હાલમાં ફરી એક દલીત આગેવાન સરકારની દલીત વીરોધ નીતિનો ભોગ બન્યો છે. છતાં સરકાર નિષ્ક્રયતા દાખવી રહી છે. કોંગ્રેસ પક્ષ દલીતો પર થયલા દમની નિંદા કરે છે. દલીત સમાજ પર હવે પછી કોંગ્રેસ સાખી લેશે નહીં.

      દલીત સમાજ પર અત્યાચારના વિરોધમાં કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દલીત સમાજ પર અત્યાચારનો માંગરોળમાં વિરોધ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `