ચરેઠા ગામે મારણ જોઈ દીપડો પકડાયો

માંગરોળ તાલુકાના ચરેઠા ગામે વનવિભાગે ગોઠવેલા પાંજરામાં ચાર વર્ષીય દીપડો પુરાતાં દીપડાને જોવા લોકટોળા ઉમટી...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2018, 04:15 AM
ચરેઠા ગામે મારણ જોઈ દીપડો પકડાયો
માંગરોળ તાલુકાના ચરેઠા ગામે વનવિભાગે ગોઠવેલા પાંજરામાં ચાર વર્ષીય દીપડો પુરાતાં દીપડાને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા.

ચરેઠા ગામે છેલ્લા સાત દિવસથી દીપડાનો પરિવાર સીમમાં આંટાફેરા કરતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ભય ફેલાયો હતો. ગામના ખેડૂત ગોરાભાઈ પટેલે વન વિભાગને સરકારી તંત્રને લેખિતમાં જાણ કરી ગ્રામજનને ભયમુક્ત કરવા માંગ કરી હતી. ત્યારબાદ વાંકલ વનવિભાગના રેંજ ફોરેસ્ટર કચેરીના આરએફઓ જી. ટી. વસાવાએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી દીપડાને ઝડપી પાડવા પાંજરું ગોઠવી દીધું હતું. ગત રાત્રિએ એક ચાર વર્ષીય નર દીપડો મારણ ખાવાની લાલચમાં પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ ગ્રામજનોને થતાં વન્યપ્રાણીને જોવા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ગામના સ્થાનિક ખેડૂતોએ આ બાબતે જણાવ્યું કે ચાર દીપડા અને ત્રણ બચ્ચા ગ્રામજનોએ ત્રણ દિવસ અગાઉ નજરે જોયો છે. જેથી હજી પણ ગ્રામજનો ભય અનુભવી રહ્યાં છે. ખેતીકામ માટે ખેતરમાં જઈ શકતા નથી.

X
ચરેઠા ગામે મારણ જોઈ દીપડો પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App