• Home
  • Gujarat
  • Bardoli Jilla
  • Vankal
  • વાંકલ ગામે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે રાજસ્થાની સમાજનું સ્નેહ મિલન યોજાયું

વાંકલ ગામે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે રાજસ્થાની સમાજનું સ્નેહ મિલન યોજાયું

વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે વસવાટ કરતાં રાજસ્થાની સમાજ પરિવારો એ સ્નેહ મિલન સમારંભ યોજી હોળી ધુળેટીના...

DivyaBhaskar News Network | Updated - Mar 05, 2018, 04:15 AM
વાંકલ ગામે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે રાજસ્થાની સમાજનું સ્નેહ મિલન યોજાયું
વાંકલ | માંગરોળ તાલુકાના વાંકલ ગામે વસવાટ કરતાં રાજસ્થાની સમાજ પરિવારો એ સ્નેહ મિલન સમારંભ યોજી હોળી ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરી હતી. રાજસ્થાની મારવાડી સમાજના ઘણા પરિવારો વરસોથી વાંકલ ગામમાં વસવાટ કરે છે. પોતાના પ્રદેશ રાજસ્થાનમાં હોળી ધુળેટીના તહેવારોનું ખુબજ મહત્વ છે. જેથી આ પરિવારો હોળી ધુળેટીના તહેવારને ખુબજ મહત્વ આપી પોતાના પ્રદેશના રીત રિવાજ મુજબ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે. વાંકલ ગામે પ્રતિ વર્ષ રાજસ્થાની મારવાડી સમાજ દ્વારા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વાંકલ ગામમાં વસવાટ કરતા પરિવારો વર્ષમાં એકવાર હોળી- ધુળેટી પર્વની ઉજવણી સાથે સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજી શુભ કામના એકબીજા પરિવારોને પાઠવે છે. ધુળેટી પર્વની સાંજે વાંકલ ગામના રાજસ્થાની સમાજનો સ્નેહ મિલ સમારંભ યોજાયો હતો.

X
વાંકલ ગામે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે રાજસ્થાની સમાજનું સ્નેહ મિલન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App