તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંકલ |માંગરોળતાલુકાના સેલારપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કન્યાકેળવણી મહોત્સવઅને દ

વાંકલ |માંગરોળતાલુકાના સેલારપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કન્યાકેળવણી મહોત્સવઅને દાતાઓના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ |માંગરોળતાલુકાના સેલારપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કન્યાકેળવણી મહોત્સવઅને દાતાઓના સન્માનનો ત્રિવેણી સંગમ સમાન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલારપુર ગામના પ્રાથમિક શાળામાં દશ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. બાળકોને કુમકુમ તિલક કરી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રસંગે સરકારના અધિકારી વર્ગનો પ્રતિનિધિ નયાબ કલેક્ટર સુરત તમજ સ્થાનિક ગ્રામજનો આગેવાનો અને શાળા પરિવારે બાળકોનેઉમંગભેર શાળામાં આવકાર્યા હતાં. વાંકલ ગામના જિતેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ બંને દાતાઓએ બાળકોને શૈક્ષણિક કીટ દફતર, સ્લેટ, નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી તારલઆોનું સન્માન કરી કિટ તેઓને ઈનામનું વિતરણ કર્યુ હતું. અંતમાં શાળાના આચાર્ય લલ્લુભાઈ ચૌધરી અને શિક્ષકોએ શાળાને કાયમી ધોરણે મદદ થતા જિતેન્દ્રભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

સેલાપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...