Home » Gujarat » Bardoli Jilla » Vankal » ઉંમરપાડા તા. પ્રા. શિ. સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું

ઉંમરપાડા તા. પ્રા. શિ. સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:05 AM

વાંકલ | ઉંમરપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન પ્રા. શાળા ઉંચવાણ મુકામે યોજાયું હતું....

  • ઉંમરપાડા તા. પ્રા. શિ. સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું
    વાંકલ | ઉંમરપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન પ્રા. શાળા ઉંચવાણ મુકામે યોજાયું હતું. નિયમોનુસાર દર ત્રણ વર્ષે હોદ્દેદારોની વરણી કરવાની થતી હોય છે. સંઘર્ષને બદલે સહકરની ભાવનાથી ચૂંટણી ટાળવના સતત પ્રયત્નો છતાં મંત્રાણા નિષ્ફળ જવાથી ચૂંટણી અનિવાર્ય બની હતી. છતાં અગાઉની સક્ષમ કામગીરીના પ્રભાવને કારણે મહામંત્રી પ્રવીણ બી. ચૌધરી, કાર્યાધ્યક્ષ વિનયભાઈ કે. ચૌધરી, નાણામંત્રી રમેશભાઈ રા. ચૌધરી એ મહિલા ઉપપ્રમુખ શીલાબહેન એલ. ગામીત જેવા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે મતદાનની પ્રક્રિયામાં પ્રમુખ રામસિંગ આર. વસાવા, ઉપપ્રમુખ આશીષભાઈ ઝેડ પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ એમ પટેલ જંગી બહુમતીથી વિજય બન્યા હતાં. આમ સંપૂર્ણ સહકાર પેનલના ઉમેદવારોને આગામી ત્રણ વર્ષ માટે કામ કરવાની તક મળી છે. ચૂંટાયેલા હોદ્દેદારોને તાલુકાની મહત્વની કચેરીના અધિકારી અને પદાધિકારીઓએ અભિનંદન પાઠવી સંકલનની આશા સેવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending