Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » ગણેશ સુગરે જાહેર કરેલા શેરડીના ભાવ મુદ્દે ફેર વિચારણાની માંગણી

ગણેશ સુગરે જાહેર કરેલા શેરડીના ભાવ મુદ્દે ફેર વિચારણાની માંગણી

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 04:05 AM

ઓટા માર્ગ ક્રોસ કરી રહેલા બાળકને ટ્રકે અડફેટે લીધો ગંભીર રીતે ઘવાયેલા બાળકનું સારવાર દરમિયાન મોત ...

  • ગણેશ સુગરે જાહેર કરેલા શેરડીના ભાવ મુદ્દે ફેર વિચારણાની માંગણી
    સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કાર્યક્ષેત્ર ધરાવતી સુરતી ભરૂચ જિલ્લાના વાલિયા વટારિયા ગામે કાર્યરત ગણેશ સુગર ફેક્ટરી મારફત તાજેતરમાં જાહેર કરાયેલા શેરડીના ભાવો બાબતે ખેડૂતો સભાસદોમાં વ્યાપક અસંતોષ ઊભો થતાં અકળાયેલા ખેડૂત આગેવાનો અને સુગર ફેક્ટરીમાં ચૂંટાયેલા ત્રણ ડિરેક્ટરોએ શેરડીના જાહેર કરાયેલા ભાવ બાબતે પૂન: વિચારણા કરવાની મંગ કરી છે, અને આ માંગ 10મી એપ્રિલ સુધીમાં ન સંતોષાય તો ખેડૂતોના હિતમાં સંસ્થાના જવાબદારો સામે ઉગ્ર આંદોલન સાથે આમરણાંત ઉપર ઉતરવાની જાહેરાત કરી છે.

    વાલિયા વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરીના સભાસદોને શેરડીના પોષણક્ષમભાવો બાબતે થઈ રહેલા અન્યાયના વિરોધમાં વાલિયા બેઠક ઉપરથી ચૂંટાયેલા ડિરેક્ટર ધર્મન્દ્રસિંહ મહિડા જનોર બેઠકના પ્રતાપસિંહ માટીએડા અને ઝાડેશ્વર બેઠકના ડિરેક્ટર હેતલભાઈ પટેલ આ ત્રણેય ડિરેક્ટરોએ સંસ્થાના એમડીને પત્ર લખી ખેડૂત સભાસદોના હિતમાં શેરડીના જાહેર કરેલ ભાવો બાબતે પુન: વિચારણા કરવા માંગ કરી છે. હાલમાં 2302થી 2331 સાથે બે કપાત ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. શેરીડના પોષણક્ષમ ભાવ 2550થી 2575 જાહેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ખેડૂત સભાસદ આગેવાનો અને સુગર ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયેલા ત્રણ ડિરેક્ટરો 10મી એપ્રિલના રોજ ગણેશ સુગરમાં આવેલા સુગરના આદ્યાસ્થાપક હરિસિંહ મહિડાની પ્રતિમા સમક્ષ આમણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending