Home » Gujarat » Bardoli Jilla » Vankal » સોનગઢમાં નવ વર્ષના બાળકને કચડી ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો

સોનગઢમાં નવ વર્ષના બાળકને કચડી ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 04:05 AM

ઓટા માર્ગ ક્રોસ કરી રહેલા બાળકને ટ્રકે અડફેટે લીધો ગંભીર રીતે ઘવાયેલા બાળકનું સારવાર દરમિયાન મોત ...

  • સોનગઢમાં નવ વર્ષના બાળકને કચડી ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો
    સોનગઢ ખાતે રહેતા શ્રમજીવી પરિવારનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ગંભીર ઇજા પામેલ બાળકનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજ્યું હતું.

    મળેલ વિગત મુજબ સોનગઢના ગણેશનગર ખાતે રહેતા સંજયભાઈ બાબુભાઇ પવાર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત 31મી માર્ચે સંજયભાઈ પવાર પોતાના કામ પર ચાલી ગયા હતા. પાછળથી એમનો દીકરો વાસુદેવ સંજયભાઈ પવાર(9) રમતા રમતા ઓટા રોડ તરફ પહોંચી ગયો હતો.

    વાસુદેવ સવારે 9.30 કલાકના સુમારે દશેરા કોલોની પ્રાથમિક શાળા પાસે આવેલ ઓટા રોડ ક્રોસ કરી રહયો હતો ત્યારે કોઈક અજાણ્યો ટ્રક ચાલક પોતાની ટ્રક ગફલતભરી રીતે હાંકી વાસુદેવને અડફેટમાં લઇ ભાગી છૂટ્યો હતો.ફળિયાવાસીઓને અકસ્માત અંગેની જાણ થતા સ્થળ પર ધસી આવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ સોનગઢ ખાતે અને વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન વાસુદેવનું બુધવારે કરુણ મોત નીપજ્યું હોવાનું નોંધાયું હતુ.આ અંગે સંજયભાઇએ અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending