Home » Gujarat » Bardoli Jilla » Vankal » વાંકલમાં નવો માર્ગ તોડી નાખંવા મુદ્દે થયેલી પ્રથમ સુનાવણીમાં નાયબ કાર્યપાલક ઈજનેર ગેરહાજર

વાંકલમાં નવો માર્ગ તોડી નાખંવા મુદ્દે થયેલી પ્રથમ સુનાવણીમાં નાયબ કાર્યપાલક ઈજનેર ગેરહાજર

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 04:05 AM

માંગરોળ તાલુકાના વાંકલ ગામે વીસ લાખના ખર્ચે નવો બનેલ માર્ગ તોડી નાંખવાના મુદ્દે તેમજ વાંકલ વેરાકૂઈ ડુંગરી...

  • વાંકલમાં નવો માર્ગ તોડી નાખંવા મુદ્દે થયેલી પ્રથમ સુનાવણીમાં નાયબ કાર્યપાલક ઈજનેર ગેરહાજર
    માંગરોળ તાલુકાના વાંકલ ગામે વીસ લાખના ખર્ચે નવો બનેલ માર્ગ તોડી નાંખવાના મુદ્દે તેમજ વાંકલ વેરાકૂઈ ડુંગરી માર્ગના કામની માહિતી અંગે થયેલી આરટીઆઇની પ્રથમ સુનાવણીમાં માંગરોલમાર્ગ અને મકાન વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સામાજિક કારણસર ગેરહાજર રહેતા સુનાવણી 10 એપ્રિલના રોજ રાખવામાં આવેલ છે.

    વાંકલ ગામે વીસ લાખના ખર્ચે નિર્માણ થયેલ સુવિધાપથ તોડી નાંખવાના મુદ્દે તેમજ અંદાજિત 9 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહલા વાંકલ વેરાકૂઈ ડૂંગરી માર્ગના કામ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ થઈ રહેલ છે કે કેમ ω તે જાણવા માટે માંગરોળના સ્થાનિક આગેવાનોએ સરકારના માહિતી અધિકારી કાયદા હેઠળ માંહિતી માંગી હતી. આ બંને કામો અંગેની માહતી અધૂરી અને ઠોસ પુરાવા વિનાની હોવાનું કારણ દર્શાવી માહિતી માંગનારે જિલ્લા કક્ષાના માર્ગ અને મકાન વિભાગના ઉપરી અધિકારીને અપિલ કરી હતી. આ પ્રથમ અપિલની સુનાવણી આજરોજ 26મીના રોજ એપેલેટ ઓથોરિટી અને કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ સુરત કચેરી ખાતે રાખવામાં આવી હતી. પરંતુ આ સુનાવણીમાં માંગરોળ માર્ગ અને મકાન વિભાગ કચેરી ના કાર્યપાલક ઈજનેર સામાજિક કારણે ગેરહાજર રહેતા સુનાવણી લંબાઈ છે. જેથી માહિતી માંગનારે આ સમયગાળા દરમિયાન સ્થળની તપાસ ઉપરી અધિકારી મારફત કરવામાં આવે તેવી માંગ કરતા આ માંગણી માન્ય રાખવામાં આવી હતી. ટૂંક સમયમાં બંન કામોની સ્થળ તપાસ થશે. વાંકલ ગામનો માર્ગ ખોદી નાંખવામાં આવ્યો છે. તેને તાત્કાલિક ધોરણે બનવાવામાં આવે અને લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી પ્રબળ રજૂઆત થતાં ટૂંક સમયમાં જ ઉપરોક્ત માર્ગનું કામ શરૂ કરી દેવા ખાતરી અધિકારીએ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending