• Gujarati News
  • વાંકલ ખેડૂત સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી

વાંકલ ખેડૂત સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત વાંકલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા મંડળીના પ્રમુખ રમેશભાઈ ચૌધરીના પ્રમુખ સ્થાને યોજાતા ખેડૂત સેવાલક્ષી કાર્યોને આગળ વધારવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ખેડૂત સેવા સહકાર મંડળીની 41મી વાર્ષિક સાધારણસભામાં મંડળીના મેનેજરે વાર્ષિક સાધારણસભામાં એજન્ડા મુજબના કામો જેમાં ગત સભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી. 1/4/2014થી 31/3/2015 સુધીના પુરા થતા વર્ષની તારીજ, વેપાર ખાતુ નફા-ખોટ પત્રકનું સરવૈયાનું વાંચન કર્યુ હતું. મંડળીના પેટા નિયમ જબ બહારથી ભંડોળ ઊભુ કરવાની મર્યાદા સભાસદોની શાખની મર્યાદા નક્કી કરવી. વર્ષ 2015-16નું અંદાજપત્ર મંજૂર કરવું વગેરે કામો સભા સમક્ષ રજૂ કરતાં સભાએ તમામ કામોને મંજૂર રાખી બહાલી આપી હતી. મંડળીના પ્રમુખ રમેશભાઈ ચૌધરીએ ખેડૂત સભાસોદના સહયોગને આવકારી મંડળીની પ્રગતિ અને ખેડૂત સેવાલક્ષી કામો અંગે માહિતી રજૂ કરી હતી.