વાંકલ | માંગરોળઅને ઉમરપાડા તાલુકામાં વસવાટ કરતાં મુસ્લિમ બિરાદરોએ આનંદ
વાંકલ | માંગરોળઅને ઉમરપાડા તાલુકામાં વસવાટ કરતાં મુસ્લિમ બિરાદરોએ આનંદ ઉલ્લાસ સાથે રમઝાન ઈદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. માંગરોળ તાલુકા મથક તેમજ મોસાલી, કોસાડી, વસરાવી, નાની નરોલી, ઝાંકરડા, ડુંગરી આંબાવાડી, આંકળોદ, વાંકલ, ઝંખવાવ સહિત સમગ્ર ગ્રમ્ય વિસ્તારમાં વસવાટ કરતાં મુસ્લિમ પરિવારોએ વહેલી સવારે ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી. તેમજ એક બીજના ઘરે જઈ ઈદની શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે ઉંમરપાડા તાલુકાના ઉંચવાણ સહિત અન્ય ગામોમાં વસાવાટ કરતાં પરિવારોએ નવા એક બીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.
માંગરોળ ઉંમરપાડમાં આનંદ ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી