• Gujarati News
  • National
  • ઉમરપાડાના કેવડીમાં હડકાયાં કૂતરાએ 11 લોકોને બચકાં ભર્યાં

ઉમરપાડાના કેવડીમાં હડકાયાં કૂતરાએ 11 લોકોને બચકાં ભર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાના કેવડી ગામે હડકાયાં કૂતરાએ 11 લોકોને બચકા ભરી આંતકમચાવ્યો છે. તમામ ઈજાગારસ્તોને ઉંમરપાડા અને ઝંખવાવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ગતરોજ રવિવારની રાત્રિએ 8.00 વાગ્યાના સુમારે કેવીડ ગામમાં અચાનક એક હડકાયું કૂતરુ આવી ગયં હતું. કૂતરાએ વિવિધ ફળિયામાં ધસી જઈ કૂલ 11 જેટલા લોકોને બચકાભરી ઈજાગ્રસ્ત કર્યા હતાં. જેથી લોકો ભયભીત બન્યા હતાં. બનાવની જાણ ગામમાં સરંપચ વનિતાબહેન અમીષભાઈ વસાવાને કરતાં તેમણએ તાત્કાલિક 108 ઈમરજન્સી વાન બોલાવી ઈજાગ્રસ્તોને ઉંમરપાડાના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડ્યા હતાં. તેમજ તેમણે પોતાનાખાનગી વાહનમાં પણ ભોગ બનેલા લોકોને ઝંખવાવ સરકારી દવાખાનામાં લઈ જઈ સારવાર કરાવી હતી. જેમાં દિનેશ બાબુ વસાવા, ગીતા ભરત વસાવા, હીરા ભગવાન વસાવા, રૂપ સિંગ મંગા વસાવા, પુનમિયા મનિયા વસાવા, ઉર્મિલા ભરત વસાવા, રમેશ ઠાકોર વસાવા સહિત અન્ય મળી કુલે 11 લોકોએ સારવાર લીધી હતી. કેવ ડીના ગ્રામજનો હડકાયાં કૂતરાનો ભય હેઠળ જીવી રહ્યાં છે

હડકાયા કૂતરાથી ઈજાગ્રસ્ત ઈસમ.

ભોગ બનેલા લોકોને ઉંમરપાડા, ઝંખવાવની સરકારી હોસ્પિટલ લઇ જવાયા

અન્ય સમાચારો પણ છે...