• Gujarati News
  • National
  • ઉંમરપાડામાં ‌BTSની બંધારણ અધિકાર જાગૃતિ રેલી યોજાશે

ઉંમરપાડામાં ‌BTSની બંધારણ અધિકાર જાગૃતિ રેલી યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાના ઉંમરદા ગામથી નવી વસાહત વિસ્તારના 30 ગામોમાં ભીલીસ્થાન ટાઈગર સેના 30મી જૂનના રોજ બંધારણ અધિકારી જનજાગૃતિ રેલી જાહેરસભા યોજી મામલતદારને આવેદનપત્ર આપશે.

ભીલીસ્થાન ટાઈગર સેના છાત્રા સંગઠનના પ્રમુખ પિન્ટુભાઈ વસાવા તેમજ ઉંમરપાડા તાલુકા ભીલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ અશ્વિનભાઈ વસાવાએ જણાવ્યું કે આદિવાસી દલિત પછા વર્ગના લોકને આજે પણ બંધારણીય હક્કો પ્રાપ્ત થયા નથી. પોતાના હક્ક અધિાકરી પ્રત્યે ખાસ આદિવાસી સમાજમાં જાગૃતિ આવે એવા મૂળ હેતુથી સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાએ ઉંમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના ગામોમાં રેલી જાહેરસભા યોજવાનું આયોજન કરેલ છે.

અમારા કાર્યક્રમને શરતોન આધિન સરકારી વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. 30મીના રોજ ઉંમરદા ત્રણ રસ્તાથી ભીલીસ્થાન ટાઈગરસેનાની બંધારણી હક અધિકાર રેલી 11.00 કલાકે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ ઉત્તમભાઈ વસાવાને નેતૃત્વ હેઠળ નીકળશે.

રેલી ખોટા રામપુર, વડપાડા, ચોખાવડા સહિત 30 ગામોને આવરી લેશે. ત્યારબાદ ઉમરપાડા બીટીએસ કાર્યાલયે પરત આવી ઉંમરપાડા બજારમાં જાહેરસભામાં ફેરવાય જશે. જાહેરસભા પૂર્ણ થયા બાદ કાર્યકરો પગપાળા રેલી આકારે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપશે.

જાહેરસભા યોજી મામલતદારને આવેદન અપાશે