તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ ગામે વાને બાઈકને અડફેટે લેતાં એક યુવકનું મોત, બે ગંભીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ ગામે વાને બાઈકને અડફેટે લેતાં એક યુવકનું મોત, બે ગંભીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર એન. ડી. દેસાઈ હાઈસ્કૂલ નજીક બાઈક અને ઈકો મારૂતિવાન વચ્ચે અકસ્માત સર્જાતા બાદઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયન મોત થયું હતું. જ્યારે બે ગંભીર છે.

અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકલ એ. ડી. દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં અને નજીકના આમખુટા ગામે રહેતા દિવ્યેશ વિજયભાઈ ગામીત (16) (ધોરણ -12) યુવક સાંજે 4.00 કલાકે શાળાએથી ઘરે પરત આવ્યા પછી તેના મિત્ર પિયુષ ગીરીશભાઈ ગામીત અને તેનો નાનો ભાઈ દિજેન વિજયભાઈ ગામીત સાથે બાઈક ઉપર વાંકલ હાઈસ્કૂલે જવા નીકળ્યા હતાં. ત્યારે કરૂણાસાગર ભગવાનના મંદિર નજીક ઝંખવાવ ગામ તરફથી આવતી ઈકો મારૂતિવાન સાથે ભટકાતા ત્રણેય યુવકો રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતાં. જેમાં દિવ્યેશ વજય ગામીતનો પગ ઝાંઘના ભાગેથી છૂટો પડી ગયો હતો. જ્યારે અન્ય બે યુવકોને માથા અને પીઠનાભાગે ઈજા થઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતાં. અને ઈજાગ્રસ્તોને 108 ઈમરજન્સીવાનમાં ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતાં. જેમાં દિવ્યેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુંં. જ્યારે અન્ય બંને યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકલ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું.

અક્સમાતમાં એક યુવકનો પગ ઝાંઘના ભાગેથી છૂટો પડી ગયો હતો

આમખુટા ગામના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ નજીક અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો