તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • GIPCL દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને ફ્લાયએસનો જથ્થો ફાળવવામાં અન્યાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GIPCL દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને ફ્લાયએસનો જથ્થો ફાળવવામાં અન્યાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના નાની નરોલી ગામે આવેલ જીઆઈપીસીએલકંપની દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતાં અસરગ્રસ્ત ખેડૂતોને ફ્લાયએસનો જથ્થો આપવામાં થતી હેરાનગતિ અને અસરગ્રસ્ત ખેડૂતોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરતું એક આવેદનપત્ર માંગરોળ તાલુકા મામલતદારને ખેડૂતોએ સુપ્રત કરી ન્યાયની માંગ કરી છે.

નાની નરલી વસ્તાન, ડુંગરી સહિત અસરગ્રસ્ત ગામોના ખેડૂતો આવેદનપત્ર આપી જણાવ્યું કે ચોમાસાની સિઝન પછી રોજબરોજ ફ્લાયએસ ભરવા માટે એસએમસીનું દરેક ક્વોટા ધારકોનું સંકલન કરી એક સરખી રીતે એસએમએસ મળે તેમ તથા કોઈપણ મંડળીને એક સામટા એસએમસી કરવામાં આવે દરેકને કોટા એક સરખી રીતે મળે એવું આયોજન કરવામાં આવે. જીઆઈપીસીએલ કંપની ફ્લાયએસ મુદ્દે નિયમો બનાવે ત્યારે કોટા ધારકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે. ચોમાસાની સિઝનમાં ફ્લાયએસ ભાવ 60 રૂપિયા અને બેડએસનો ભાવ 30 ટેક્સ સાથેનો છે. ભાવ પુરા વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવે. ફ્લાયએસ ઈંટ ઉત્પાદકોને માત્ર 30 ટન ફ્લાયએસની ફાળવણી કરવામાં આવે છે. કોટામાં વધારો કરી 200થી 250 ટન ફ્લાયએસની ફાળવણી થાય તેમજ અસરગ્રસ્ત ખેડૂતોએ ફ્લાયએસ બેડએસ લેવા માટે અરજીઓ કરી છે. અરજીઓ વહેલી મંજૂર કરી ફ્લાયએસની ફાળવણી કરવામાં આવે. સિમેન્ટ તેમજ પતરા બનાવતી કેટલીક કંપનીને હજાર ટન ફ્લાયએસનીફાળવણી કરવામાં આવી છે. જેથી અસરગ્રસ્તોને યોગ્ય પ્રમાણમાં ફ્લાયએસ મળતી નથી. નાણાંની ચૂકવણી માટે વર્ષે 2015-16થી જીઆઈપીસીએલ તરફેણમાં પે ઈન સ્લીપ સ્ટે બેંક નાની નરોલી શાખામાં જમા થાય છે. વ્યવસથા યથાવત રાખવામાં આવે.

અસગ્રસ્ત ખેડૂતોને માત્ર 30 ટન ફાળવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો