તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ એન.ડી.દેસાઇ હાઇસ્કૂલમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ એન.ડી.દેસાઇ હાઇસ્કૂલમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાનાં વાંકલ ગામે કાર્યરત એન.ડી.દેસાઇ હાઇસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ ટ્રસ્ટી મંડળ અને ગામના યુવા અગ્રણીઓ શાળા પ્રાંગણમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

આજના કલાઇમેટ ચેન્જ અને ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે વિશ્વ પર્યાવરણ ઉપર જે વિપરીત અસરો પડી રહી છે. તેને ધ્યાનમાં રાખી વિનાવૃક્ષમ ગૃહમ શૂન્યમ કાર્યક્રમના ભાગરૂપે શાળા પટાંગણમાં કેળવણી મંડળના પ્રમુખ સુરેશચંદ્ર દેસાઈની ઉપસ્થિતિમાં ગામના અગ્રણી યુવા કાર્યકર ડૉ.યુવરાજસિંહ સોનારિયા, જિતેન્દ્રભાઈ પટેલ, દિવ્યાંગસિંહ અટોદરિયા, ચેતનસિંહ ખેર સહિતના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની દિશામાં એક અભિયાન ઉપાડવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં એનએસએસ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. શાળાના આચાર્ય સંજયભાઇ દેસાઇએ વૃક્ષારોપણ કરવા બદલ ગામના યુવાનો ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો.

વાંકલની એન ડી દેસાઇ હાઇસ્કૂલમાં વૃક્ષારોપાણ કરાયુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો