બંધના એલાન વચ્ચે ખુલ્લી રહેલી હોટેલમાં તોડફોડ

DivyaBhaskar News Network

Apr 03, 2018, 03:35 AM IST
બંધના એલાન વચ્ચે ખુલ્લી રહેલી હોટેલમાં તોડફોડ
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ભારત બંધના એલાનને પગલે દુકાનો બંધ કરાવવા નીકળેલા લોકોએ ખુલ્લી હોટેલના કાચ તોડી નાંખતા વાતાવરણ ગરમાયું હતું.

એસટી એસસી સમાજે ભારત બંધનું એલાન આપતાં આ બંધને સફળ બનાવવા માટે ઝંખાવવ ગામે સવારે આદિવાસી સમાજના આગેવાનોએ વેપાર વર્ગને ધંધા રોજગાર બંધ રાખી સહકાર આપવા અપિલ કરતાં દુકાનો બંધ રહી હતી. ત્યારબાદ બપોરના સમયે એક હોટલ ખુલ્લી હતી. તેને બંધ કરાવવા માટે ઝંખવાવ ગામના બે આદિવાસી કાર્યકરો હોટલ ઉપર આવ્યા હતાં. આ સમયે હોટલ માલિક અને કાર્યકર વચ્ચે બંધ જોડાવાના મુદ્દે રકઝક થતાં આદિવાસી કાર્યકરે આવેશમાં આવી હોટલના કાચ તોડી નાંખ્યા હતાં. આ સમયે આદિવાસી કાર્યકરને હાથમાં કાચ વાગતા લોહી નીકળી ગયું હતું. ત્યારબાદ માંગરોળ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનાથી ઝંખવાવ ગામનું વાતાવરણ ગરમાયું હતું.

પોલીસ દ્વારા એકની અટક કરવામાં આવી

ઝંખવાવ ગામે બનેલ ઘટના સંદર્ભમાં હાલ કઈ સત્તાવાર ફરિયાદ નોધાઈ નથી. પરંતુ બિન સત્તાવાર મળેલ માહિતી મુજબ હોટલ બંધ કરાવવા આવેલ એક આદિવાસી કાર્યકરની માંગરોળ પોલીસે હાલ અટકાયત કરી જેથી બીજી તરફ આદિવાસી આગેવાનો અને કાર્યકરોએ આદિવાસી કાર્યકરને અટકાયતમાંથી મૂક્ત કરવા પ્રયાસો તેજ કર્યા છે.

X
બંધના એલાન વચ્ચે ખુલ્લી રહેલી હોટેલમાં તોડફોડ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી