તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હજી જેનું કામ પૂર્ણ પણ નથી થયું તે માર્ગ પર ઠેર ઠેર ભંગાણ પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજી જેનું કામ પૂર્ણ પણ નથી થયું તે માર્ગ પર ઠેર-ઠેર ભંગાણ પડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના વાંકલ ગમેથી ઉભારિયા ગામ સુધીના 3 કરોડથી વધુના ખર્ચથી નવા બની રહેલા માર્ગ પ્રથમ ચોમાસામાં ઠેરઠેર તૂટી જતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના મેળાપીપળામાં માર્ગનું કામ રાખનાર એજન્સીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

વાંકલ ઉભારિયા માર્ગનું કામ 6 ઓગસ્ટ સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની શરત સાથે 4,34,68,511 રૂપિયાનાં નિર્માણ ખર્ચે પેટે રાજકોટની જે. પી. સ્ટ્રક્ચર પ્રા. લિ. એજન્સીને માર્ગનું કામ આપવામાં આવ્યું હતું. 7 9 2015થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાયું નથી. છેલ્લા એક વર્ષમા માર્ગના નબળા કામ અંગે સ્થાનિક આગેવાનોએ જવાબદાર અધિકારીઓને વારંવાર ફરિયાદો કરી હતી. તેમજ અગાઉ માંગરોળ ખાતે પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં સ્થાનિક આગેવાનોએ વાંકલ ઉભારિયા માર્ગની સાઈડમાં ખેતરોમાંથી માટી ખોદીને પુરાણ કરવામાં આવ્યું છે. જેથી માર્ગનું ચોમાસામાં ધોવાણ થઈ જશે તેવા પ્રશ્નો ઊભો કર્યો હતો. ત્યારે જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મંત્રીને ગેર માર્ગે દોરી ગોળ ગોળ જવાબો આપી દીધા હતાં. પંરતુ હાલમાં ચોમસાની પ્રથમ ઋતુમાં માર્ગ ઠેરઠેર તૂટી ગયો છે. માર્ગમાહલકીકક્ષાનું મટિરિયલ વાપરી ગુણવત્તા વિહોણું કામથી આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. ત્યારે માર્ગનું કામ સરકારના નીતિ નિયમ મુજબ કરવામાં આવે તેમજ જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પ્રજાજનો કરી રહ્યાં છે.

વાંકલથી ઉભારિયા માર્ગ વરસાદમાં જર્જરિત બન્યો .

જવાબદારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ

^વાંકલઊભારિયા માર્ગના કામમાં ગોબાચારી થયાની ફરિયાદ અમે વારંવાર કરી છે. છતા માર્ગ અને મકાન વિભાગના સ્થાનિક અધિકારી તેમજ એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. હાલમાં માર્ગ ઠેરઠેર તૂટી ગયો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરી માર્ગનું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવે તેવી માંગ છે. > ગૌરાંગચૌધરી, સ્થાનિક

4.50 કરોડના ખર્ચે બની રહેલા વાંકલ-ઉભારિયા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો