• Gujarati News
  • ઝંખવાવ નેત્રંગ માર્ગ ઉપર સર્જાયેલો કરુણ અકસ્માત

ઝંખવાવ નેત્રંગ માર્ગ ઉપર સર્જાયેલો કરુણ અકસ્માત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના ઝંખવાવ નેત્રંગ રાજ્ય ધોરી માર્ગ ઉપર નશારપુર ગામ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉંમરપાડા તાલુકાન નશારપુર ગામના અંબાલાલ ચીમનલાલ વસાવા (52) રિક્ષા ચાલક સવારે 8.00 વાગ્યાના સુમારે પોતાની રિક્ષાથી બે મહિલા પેસેન્જરોને પણ તેણે રિક્ષામાં બેસાડી હતી. અને થોડે આગળ જતાં સામેથી ટ્રકનં (MH-19Z-3296)નો ચાલક પૂર ઝડપે બેફામ ટ્રક હંકારી આવી રહ્યો હતો તેણે રિક્ષાને અડફેટે લઈ માર્ગની સાઈડમાં ફંગોળી દીધી હતી.

અકસ્માતમાં રિક્ષાચાલક અંબાલાલ વસાવા અને મહિલા પેસેન્જર ફતુબહેન છેદડીયાભાઈ વસાવા (45) બંનેને માથા અને છાંતીના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જ્યારે લીલાબહેન નામની મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રક ચાલક વાહન મુકી ફરાર થઈ ગયોહતો. બનાવ અંગે મરનારના પુત્ર જિગ્નેશભાઈ અંબાલાલ વસાવાએ ઉંમરપાડા પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે રવાના કરી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટના અંગે વધુ તપાસ ઉંમરપાડાના પોસઈ એફ. જી. વસાવા કરી રહ્યા છે.

નશારપુર ગામે ટ્રક સાથે અથડાઈને ફંગોળાયેલી રિક્ષામાં બેનાં મોત