ગીજરમ દૂધ મંડળીનો વહીવટ વહીવટદારને સુપરત કરવાનો હુકમ
છેલ્લાઘણા લાંબા સમયથી માંગરોળ તાલુકાના ગીજરમ ગામે આવેલ ધી ગીજરમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે વહીવટ સહિતની કામગીરી પ્રશ્ને વિવાદ ચાલી રહ્યો છે. દૂધ મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોને પ્રથમ તબક્કે દૂર કરી મંડળીનો વહીવટ વહીવટદાર એન. જી. બારડને સુપરત કરવાનો હુકમ સુરત જિલ્લા રજિસ્ટ્રારે કર્યો છે.
દૂધ મંડળીના વહીવટના વિરોધમાં રમેશ વેચાણ વસાવા, ઈદરીશ સુલેમાન કડીવાળા સહિત 96 સભાસદો તથા રમેશ ગુલાબ વસાવા વગેરેઓએ સુરત જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદો કરી હતી. જેમાં ઓડિટર નઇમ અહમદ દાઉદ બારેજીયા મનસ્વી રીતે મંડળીનો વહીવટ કરી રહ્યા છે. જેથી ખાસ સાધારણ સભા બોલાવી નવી વ્યવસ્થાપક કમિટીની નિમણૂક કરી નવી કમિટીને મંડળીના દફ્તર સુપરત કરવા માંગ કરી હતી.
જે બાદ તપાસ કરનાર અધિકારીએ કમિટીના કેટલાક સભ્યો અને રમેશ વસાવાની તથા અન્ય રજૂઆતો સાંભળી પોતાનો અહેવાલ જિલ્લા રજિસ્ટ્રારને સુપરત કર્યો હતા. જેમાં મંડળીના આમંત્રિત કમિટી સભ્ય યુસુફ કરીમ શાહ પોતે માનદ સહમંત્રી તરીકે પણ ફરજ બજાવતા જતા અને મંડળી માસિક એક હજાર રૂપિયા વેતન આપે છે.
પેટા કાયદાની જોગવાઈ મુજબ 15 કમિટી સભ્યોની રચના કરવાની હોય છે તથા પેટા નિયમમાં આમંત્રિત સભ્ય રાખવાની કોઈ જોગવાઈ નથી છતાં મંડળીએ સાત આમંત્રિત સભ્યોની નિમણૂક કરેલ છે. સભાસદ હોય તેવી વ્યક્તિને કમિટી સભ્ય બનાવેલ છે. મંડળીની કાયદાકીય ફરજ છે કે દર વર્ષે જે સભાસદો સાથે કરવામાં આવેલ નાણાકીય વ્યવહારો પ્રશ્ને વર્ષના અંતે કબૂલાતનામાં મેળવવાના રહે છે. છતાં મંડળીએ કોઈ કબૂલાતનામાં મેળવ્યા નથી. ઝુબેર યાકુબ શેખને ભેંસના બીજદાન માટે માસિક ત્રણ હજાર રૂપિયાના દરે નિમણૂક કરેલ છે.આ મહેનતાણાનાં જે નાણાં ચૂકવાયાં છે કે કેમ તે અંગેના કોઈ વાઉચર મંડળીએ રજૂ કરેલ નથી. મંડળી દ્વારા જે કેલેંન્ડરો છાપવામાં આવ્યા છે અને એમાં જે વિગતો છાપવામાં આવી છે. જોતાં કેલેન્ડર છપાવી સભાસદોને ગેરમાર્ગે દોરેલ છે. કેલેન્ડરમાં નઇમ બારેજીયાને મંડળીના ઇન્ટરનલ ઓડિટર તરીકે દર્શાવેલ છે. બારેજીયા સહકારી ખાતાના કર્મચારી હોય મંડળીના ઇન્ટરનલ ઓડિટર તરીકે કેવી રીતે સેવા આપી શકે ...ωઅનુ. પાના નં. 2
સુરત જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદાર તરીકે એન.જી.બારડને ચાર્જ સોંપ્યો