• Gujarati News
  • National
  • વાંકલના 52 છાત્રો NEET અને JEEમાં ક્વોલિફાઈડ

વાંકલના 52 છાત્રો NEET અને JEEમાં ક્વોલિફાઈડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના 24 વિદ્યાર્થીઓએ NEET ની પરીક્ષામાં સફળ પરિણામ મેળવી ક્વોલિફાઈડ થયા છે. જ્યારે JEEની પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓએ સફળ પરિણામ મેળવી ક્વોલિફાઈડ થઈ વાંકલ હાઈસ્કૂલનું નામ ગૌરવવંતું કર્યુ છે.

ચાલુ વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ મેડિકલ ક્ષેત્ર માટે લેવાયેલી NEETની પરીક્ષામાં શાળાના 123 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 24 વિદ્યાર્થીઓ સફળ રહ્યાં હતાં. જેમાં વિશ્રૃતિબહેન અશોકભાઈ ચૌધરીએ 235 ગુણ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

તેમજ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ એન્જિનિરંગ ક્ષેત્રે માટે લેવાતી JEEની પરીક્ષામાં શાળાના 60 વિદ્યાર્થીઓ આપી હતી. જેમાં 28 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હતાં. જેમાં દીપકકુમાર મરગીયાભાઈની પસંદગી થઈ છે. સફળ સિદ્ધ બદલ શાળાના આચાર્ય ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓન અભિનંદન આપ્યા હતાં.

એન. ડી. દેસાઈ હાઈસ્કૂલની સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...