• Gujarati News
  • લારીસંચાલકો માટે જગ્યા ફાળવવા માગ

લારીસંચાલકો માટે જગ્યા ફાળવવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાંવાંકલ- ઝંખવાવ રાજ્યધોરી માર્ગ ઉપરના બિનઅધિકૃત દબાણો હટાવવાની માંગ કરનારા નિવૃત્ત જગતસિંહ વસાવાના વિરુદ્ધ માંગરોળ તાલુકા મથક ખાતે ઝંખવાવ ગામના લારી ગલ્લાવાળાઓએ દેખાવો કર્યા હતા. તેમજ રોજીરોટી માટે જગ્યાઓ ફાળવાવની માંગ કરતું એક આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું.

તારીખ 15મીના રોજ માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા, વાંકલ અને ઝંખવાવ રસ્તા ખાતે રાજ્યધોરી માર્ગ ઉપરના 150થી વધુ બિનઅધિકૃત લારી ગલ્લાવાલાના દબાણો સરકારી તંત્રએ દૂર કરતાં અનેક પરિવારો રોજગારી વિહોણા બન્યા છે. તેવા ઝંખવાવ ગામના બેકાર બનેલા લોકો બપોરે 12.00 કલાકે તાલુકામથક ખાતે મામલતદાર કચેરી સામે એકત્ર થઈ દબાણો દૂર કરવાની સરકારી તંત્રમાં ફરિયાદ કરનાર જગતસિંહ વસાવા વિરુદ્ધ નારાબાજી કરી હતી.

મામલતદાર પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી મામલતદાર મનીષ પટેલને લારી ગલ્લાવાળા ભાવેશ, રાવલ, ગણેશ વસાવા, રાબીયા મન્સુરી, સંગીતા ધોબી, વગેરેએ આવેદનપત્ર આપી જણાવ્યું કે ઝંખવાવ ચાર રસ્તા પર વર્ષોથી છુટક લારી ગલ્લા મુકી રોજીરોટી કમાઈ રહેલા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ નિવૃત્ત કલેક્ટર જગત વસાવાએ ખોટી રીતે અમારા વિરુદ્ધ દબાણની અરજીઓ કરી દબાણ દૂર કરાવી સરકારી તંત્રને ગેરમાર્ગે કોર્યું છે. અમારા ધંધા રોજગાર બંધ થતા તમામ પરિવારના જીવન નિર્વાહનો મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે અમારી એવી માંગ છે કે ધંધા રોજગાર માટે માત્ર હાથ લારીઓ મુકવાની જગ્યા ફાળવી આપવામાં આવે.

માંગરોળ મામલતદાર સમક્ષ દબાણમાં રોજીરોટી ગુમાવનારા લારી સંચાલકોએ રજૂઆત કરી હતી.

કેટલાકે રોજીરોટી માટે અન્ય વિકલ્પ અપનાવ્યો

વાંકલઅનેમોસાલી ચોકડી ખાતેના લારી ગલ્લા કેબિનોના દબાણો હટાવતા બંને સ્થળોએ પણ રોજી રોટી કરતાં નાના નાના લોકોને પણ સહન કરવું પડ્યું છે. જેમાં વિકલ્પ રૂપ વાંકલ ગામના કેટલાક લારીવાળાઓએ તો મુક્ય માર્ગ છોડી ગામની આંતરિક ગલીઓમાં લારી મુકી રોજગારીનું ગાડુ ગબડાવી રહ્યાં છે.

િમલકતો ભાડેથી પણ મળતી નથી

વાંકલ-ઝંખવાવવિસ્તારમાંવાહન વ્યવહારને નડતરરૂપ હોય તેવી જગ્યાઓ લારીવાળાને ફાળવવામાં આવે તેવી પણ માગ ઉઠી રહી છે. ત્યારે મોસાલી ચાર રસ્તા રાજ્યધોરી માર્ગ ઉપર દબાણો દૂર કર્યા પછી જગ્યાએ ઉંડી ગટરો ખોદી નાંખવામાં આવી છે. સાથે માર્ગની બાજુમાં ખાનગી મિલકતના મિલકો પણ લારીવાળાને ભાડાથી જગ્યા આપતાં નથી. આથી લારીવાળાઓનો રોજીરોટી કમાવવાનો મોટો સવાલ ઊભો થયો છે.