તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોટી દેવરરૂપણમાં ઉપસરપંચની ચૂંટણી તોફાની બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી દેવરરૂપણમાં ઉપસરપંચની ચૂંટણી તોફાની બની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાના મોટી દેવરૂપણ ગામની ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી તોફાની બની હતી. વિરોધી જૂથનું લોકટોળુ પથ્થરો લઈ પંચાયત કચેરી ખાતે ધસી આવ્યું હતું. અને હેકરા દેકરા સાથે ચૂંટાયેલા સરપંચ સભ્યોને ધક્કે ચઢાવી ટપલીદાવ કરતાં માહોલ ગરમાયો હતો. આખરે પોલીસે મધયસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

મોટી દેવરૂપણ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચૂંટણી આચારસંહિત ભંગ થયાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અરજી અનુસંધાનમાં કાર્યવાહી થતાં સરપંચ વિરોધી જૂથના ટેકેદારોએ અગાઉ ઉપસરપંચની ચૂંટણી અટકાવી હતી. ત્યારબાદ આજરોજ 20મીના રોજ દેવરૂપણ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંણી માટે પ્રથમ સભા યોજવાની હોવાથી તકેદારીન ભાગરૂપે દેવરૂણ ગામના સીપીઆઈ ના નેતૃત્વ હેઠળ માંગરોળ અને ઉંમરપાડા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ સરપંચ વિરોધી જૂથનું લોકટોળુ સવારે 10.00 વાગ્યાથી ગ્રામ પંચાયત કચેરી ઉપર એકત્રિત થઈ ગયું હતું. અને આચાર સંહિતા ભંગની ફરિયાદને ઉકેલ આવે ત્યાં સુધી ઉપસરંપચની ચૂંટણી યોજવાની માંગ કરી હતી. છતાં ચૂંટણી યોજવામાં મક્કમ સરકરી તંત્રએ સરપંચ શર્મીલાબહેન વસાવા અને તેમના પક્ષે ચૂંટાયેલા ચાર સભ્યો પોલીસ રક્ષણ સાથે પંચાયત કચેરી ખાતે લાવવામાં આવતાં વિરોધી જૂથનું ટોળુ પથ્થરો લઈ હોકારા દેકારા સાથ ધસી આવ્યું હતું. અને ચૂંટાયેલા સરપંચ સભ્યોને ધક્કે ચઢાવ્યા હતાં. અને વાતાવણ ઉગ્ર બનવા લાગ્યું હતું. બીજી તરફ પોલીસે સમય સૂચકતા દાખવી સંય જાળવી બળપ્રયોગ વિના મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. ત્યરાબાદ ઉપસરપંચની ચૂંટણી મુદ્દે બંને પક્ષના સભ્યોએ અમારી આચારસંહિતા ભંગની ફરિયાદનું નિરાકરણ થાય ત્યાં સુધી અમે ચૂંટણી પ્રક્રિયા કરવા દેવાના નથી. તેવી ચૂંટણી અધિકારી અને તલાટી કમ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરતાં ચૂંટણી અધિકારી અને તલાટી કમ મંત્રીએ આજની ઉપસરપંચની ચૂંટણી રદ્દ કરવામાં આવે છે તેવા લખાણ ઉપર બંનેએ સહી સિક્કા કરી આપતાં વિરોધી જૂથના સભ્યો મિટિંગ છોડી પંચાયત કચેરીના બહાર નીકળી આવ્યા હતાં. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ વિરોધી જૂથને અંધારામાં રાખી સરપંચ તરફી ચૂંટાયેલા ચાર સભ્યો સાથે ઉપસરપંચની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી હતી. અને સરપંચ તરફ ગ્રા. પં. સભ્ય કાંતીલાલ મનુભાઈ વસાવાને ઉપસરપંચ પદે વિજેતા બિનહરીફ વિજતા જાહેર કર્યા હતાં. બીજી તરફ વિરોધી જૂથના ચૂંટાયેલા સભ્યોની ગેરહાજરી બતાવી ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી. બીજી તરફ ગ્રા પં. કચેરીના બહાર વિરોધી જૂથનું ટોળુ ચટણી રદ્દ થઈ હોવાનું માની આનંદ મનાવી રહ્યું હતું.

ચૂંટણી અધિકારી સામે કોર્ટ કાર્યવાહી કરીશું

દેવરૂપણગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હરેલા ઉમેવાર કેશાબહેન વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારી અને તલાટી કમ મંત્રી લેખિતમાં અમારા સભ્યે અજાની ચૂંટણી પ્રક્રીયા રદ્દ કરવાની લેખિતમાં ખાત્રી આપ્યા પચી અમારા સભ્યોને ગેરહાજર બતાવી ચૂંટણી પ્રક્રીયા માત્ર કાગળ ઉપર કરી અમારી સાથે મોટો અન્યાય કર્યો છે. ચૂંટણી અધિકારી સહિત તમામ જવાબદારો સામે અમો કોર્ટમાં કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

વિરોધી જૂથના સભ્યો ગેરહાજર બતાવી ચૂંટણી અધિકારીએ ઉપસરપંચની ચૂંટણી કરી નાંખતા પથ્થરમારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો