• Gujarati News
  • National
  • વાંકલ સરકારી કોલેજમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

વાંકલ સરકારી કોલેજમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવસંશાધન મંત્રાલય દ્વારા 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડીયું ઉજવવાનું નક્કી કરેલ છે. જે સંદર્ભે અત્રેની સરકારી વિનય કોલેજ વાંકલમાં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત 15મી સપ્ટેમ્બરના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉસાહપૂર્વક ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ચૌધરી અંકુરભાઈ ડી. બીજાક્રમે બ્રહ્મભટ્ટ જ્યોતિ આર. ત્રીજાક્રમે ચૌધરી ધવલકુમાર એ. રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. એલિયાભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર તરીકે ડો. અનિલભાઈ ચૌધરી હાજર રહ્યાં હતાં. સ્પર્ધામાં ડો. સતીષભાઈ ગામીત, પ્રા. અમિતભાઈ ચૌધરી અને પ્રા. નિમેશભાઈ ચૌધરીએ નિર્ણાયક તરીકેની કામગીરી કરી હતી. કાર્યક્રમનું સંચાલન ચૌધરી હારૂનભાઈએ કર્યુ હતું. કાર્યક્રમના અંતમાં કોલેજના પ્રા. પ્રવીણભાઈ સોલંકીએ ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતાં. તેમજ કોલેજના આચાર્ય રવિકાંત સોલંકીએ સ્પર્ધકોને આર્શીવચનો આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...