• Gujarati News
  • દબાણો હટાવવા જરૂરી છે

દબાણો હટાવવા જરૂરી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દબાણો હટાવવા જરૂરી છે

ઝંખવાવાન ડે.સરપંચગફુરભાઈ મુલતાનીએ જણાવ્યું કે દબાણો ખરેખર હટાવવા જોઈએ. ભવિષ્ય માટે ખુબ જરૂરી છે. વાંકલ- ઝંખવાવ માર્ગ ઉપર એક નિવૃત્ત અધિકારી અને તેના માણસોએ ખોટી રીતે જમીન પચાવી પાડવા પ્રયાસ કરી બિનઅધિકૃત રીતે રાજ્ય ધોરી માર્ગ ઉપરથી તાર ફેન્સિંગ કરી દબાણ કર્યું હતું, તે દબાણ સરકારી તંત્રએ દૂર કર્યું છે. વધુમાં તેમણે રોજગાર ધંધાથી બેકાર બનેલા લારી ગલ્લાવાળાને વૈકલ્પિક વ્યવસ્થા કરી રોજગાર આપવા માંગ કરી હતી.

માંગરોળ વિસ્તારમાં ક્યાં કેટલા દબાણ હટાવાયા

લારીવાળાઓ ફરક્યા નહીં

વાંકલ- ઝંખવાવ-મોસાલી ચાર રસ્તા સહિતના રાજ્ય ધોરી માર્ગ ઉપર આજે બિનઅધિકૃત દબાણો હટાવવાના હોવાથી ફ્રુટ શાકભાજી અને ખાણીપીણીની લારીવાળા સરકારી તંત્રની નજરથી દૂર રહેવા આજે સવારથી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતાં. જ્યારે બજાર વિસ્તારના કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન આગળના પતરાના શેડ તાત્કાલિક ઉતારવાના શરૂ કર્યા હતાં અને સરકારી તંત્ર સામે કોઈપણ બાથ ભીડવા પ્રયાસ કર્યા હતાં.

મોસાલી ચારરસ્તા ખાતે 65 કેબિનો, લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતાં. જ્યારે વાંકલમાં બપોરે 3.00 વાગ્યા સુધીમાં 53 જેટલા બિનઅધિકૃત દબાણો જેમાં કેબિન, ગલ્લા ને દુકાન આગળના શેડનો સમાવેશ થાય છે. સાથે બજાર વિસ્તારની દુકાન આગળના ઓટલાના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઝંખવાવમાં ચાર રસ્તા ખાતે 44 દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આમ કુલ અત્યાર સુધીમાં 162 બિન અધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.

રોડ માર્જિનમાં દબાણોનો સરવે કરી દૂર કરાશે

માર્ગ મકાનવિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર પી. એમ. મોદીએ જણાવ્યું કે ત્રણ ટીમોએ બિનઅધિકૃત દબાણો હટાવાવની કમગીરી શરૂ કરી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતાં વાંકલ ઝંખવાવના રાજ્યદોરી માર્ગના તમામ બિનઅધિકૃત દબાણો જિલ્લા કલેક્ટરની સૂચનાથી દૂર કરવામાં આવી રહ્યાં છે. જ્યારે માર્ગના માર્જિનમાં આવતાં પાકા દબાણો અંગે સરવે કર્યા બાદ દબાણકારોને નોટિસ આપી દબાણ દૂર કર કરશે દબાણો દૂર કરવની કામગીરી ચાલુ રહેશે.

માંગરોળ તાલુકામાં માર્ગ મકાન ખાતા દ્વારા રાજ્ય ધોરી માર્ગ પર આવતાં દબાણ પર હથોડો વિંઝાયો

વધુ દબાણો દૂર કરવા તંત્રની કવાયત ચાલુ, મોસાલી વિસ્તારમાં પણ દબાણ તોડાયા, રસ્તા ખુલ્લા થતાં લોકોને રાહત

વાંકલ-ઝંખવાવમાં 162 દબાણ તોડી પડાયા

ભાસ્કર ન્યૂઝ. વાંકલ

માંગરોળતા