વાડી ગામમાં પુત્રએ પિતાને લાકડાનો સપાટો મારી દીધો
ઉંમરપાડાતાલુકાના વાડી ગામના વાડી ફળિયામાં પુત્રએ વૃદ્ધ પિતાને તું કેમ મારુ ધ્યાન રાખતો નથી કહી લાકડીના સપાટા મારી હાથે ફ્રેક્ચર કરી નાંખતા વૃદ્ધ પિતાએ પુત્ર વિરુદ્ધ ઉંમરપાડા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાડી ગામના જેઠાભાઈ રૂપાભાઈ વસાવા (75) બે પત્ની ધરાવે છે. હાલમાં તેઓ બીજી પત્ની સાતે બાજુના ઘરમાં રહે છે. ગતરોજ બપોરના 2.00 વાગ્યાના સુમારે તેઓ ઘરના આંગણામાં બેઠા હતાં ત્યારે પ્રતમ પત્નીનો પુત્ર સુધીરભાઈ કોઈપણ જાતના કારણ વિના પિતા નજીક લાકડી લઈને ધસી આવ્યો હતો અને પિતાને જણાવ્યું કે તુ કેમ મારા માટે કંઈ વિચારતો નથી મારુ ધ્યાન કામ રાખતો નથી. એવા સવાલો કરી વૃદ્ધ પિતાને લાકડીથી ચાર સપાટા મારી વૃદ્ધના હાથે પ્રેક્ટર કરી નાંખ્યું હતું.
સમયે વૃદ્ધની બીજી પત્ની તેમજ પુત્ર વધે વૃદ્ધને બચાવ્યો હતો. ત્યારબાદ સુધીરે જાનથી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ પિતાએ પુત્ર વિરુદ્ધ માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુના સંદર્ભેની ફરિયાદ ઉમરપાડા પોલીસમાં નોંધાવી હતી.
પિતાનો હાથ ભાંગી નાંખતા પુત્ર સામે ફરિયાદ