તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંગરોળના વેરાકૂઈ ગામે કેમિકલ વેસ્ટ નાંખી જતા ગ્રામજનોમાં રોષ

માંગરોળના વેરાકૂઈ ગામે કેમિકલ વેસ્ટ નાંખી જતા ગ્રામજનોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના વેરાકૂઈ ગામે જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ અજાણ્યા ઈસમો નાંખી જતા ગ્રામજનોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

માંગરોળ તાલુકાના વિવિધ ગામોની સીમમાં અંકલેશ્વર તરફની કેમિકલ ફેક્ટરીઓમાંથી જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. કેમિકલ ફેક્ટરીના માલિકો માટે ટ્રક માલિક મજુરોને તગડી રકમ કામની ચૂકવે છે. માંગરોળ તાલુકામાં વેરાકૂઈ ગામના બાકીબેડી ફળિયા ખાતે જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટનો જથ્થો નાંખવામાં આવતાં ગ્રામજનો અને જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

જવાબદારો સામે સખ્ત પગલાં ભરવામાં માગ

વેરાકૂઈ ગામના પૂર્વ સરપંચ હેમંત ગામિતે કેમિકલ વેસ્ટ નાંખી જવાની ઘટના સંદર્ભે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અમાર ગામની માનવ વસતિ નજીક રહેણાંક વિસ્તારના જાહેર રસ્તા ઉપર જોમમી કેમિકલ નાંખવામાં આવતાં ગ્રામજનોમાં તીવ્ર આક્રોશ ફેલાઈ રહ્યો છે. હવે ગ્રામજનો રાત્રિ દરમિયાન કોઈ પણ વાહન આવે તેને ચેક કરીશું કેમિકલ વેસ્ટ નાંખવાના કૃત્યને ગ્રામજનો ચલાવી લેશે નહીં અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જાહેર રસ્તા ઉપર વેસ્ટ ફેંકાતા રાહદારીઓને મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...