તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંકલના કોલેજિયનો દ્વારા પ્લાસ્ટિક કોથળીનો બહિષ્કાર

વાંકલના કોલેજિયનો દ્વારા પ્લાસ્ટિક કોથળીનો બહિષ્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના વાંકલ ગામે સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ અને વાંકલ ગામના વરિષ્ઠ આગેવાનોએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પ્લાસ્ટિકની ઝભલા કોથળીનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લઈ ગામના દુકાનદાર વેપારીઓને પણ અભિયાનમાં સામેલ કરી કાગળની બનાવેલી કોથળી અર્પણ કરી દુકાનદારને પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વાંકલ સરકારી વિનયન કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ વાંકલ ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે ગામના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જગદીશ ગામીત, દીપક વસાવા, સરપંચ અનિતા ચૌધરી, ઠાકોર ચૌધરી, નારણ પટેલ વગેરે જોડાયા હતાં.

કોલેજના વિદ્યાર્થીઓએ દુકાનદારોને સમક્ષ જઈ હવે પછી પ્લાસ્ટિકના ઝભલા કોથળીનો ઉપયોગ તેઓ કરે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. અને અને આગેવાનોએ વિદ્યાર્થીઓએ જૂના ન્યૂઝ પેપરમાંથી તૈયાર કરેલી કોથળીઓ પ્રતિકરૂપે વેપારીઓને અર્પણ કરી હતી. સાથે વિદ્યાર્થીઓએ વાંકલ ગામમાં ઠેરઠેર સ્વચ્છતા અંગેના સૂત્રો દીવાલો ઉપર લખ્યા હતાં. તેમજ જાહેર સ્થળો માર્ગો ઉપર પડેલા પ્લાસ્ટિકના ઝભલાઓનો નાશ કર્યો હતો.

વેપારી મહામંડળના સભ્ય રાજન શાહે વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. કોલેજ અને પ્રા. શાળાના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણી આગેવાનોના સફળ પ્રયત્નથી કંઈક અંશે સફાઈ અભિયાન આગળ વધી રહ્યું છે.

સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ

વાંકલસરકારીવિનયન કોલેજના આચાર્ય ડો. ડો. રાજેન્દ્રકુમાર જાનીએ જણાવ્યું કે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના મુખ્ય હેતુથી કોલેજના વિદ્યાર્થીઓનો સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ છે. પ્રથમ તબક્કામાં કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ગામની સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો ઉપરથી સામૂહિક અભિયાન આદરી ગંદકી દૂર કરી છે. પરંતુ ખરા અર્થમાં ગામના સમગ્ર નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત થશે ત્યારે મહાઅભિયાન સફળ થશે.