તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોંગ્રેસે માંગરોળ મામલતદાર પર આભડછેટનો આક્ષેપ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસે માંગરોળ મામલતદાર પર આભડછેટનો આક્ષેપ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના કોંગ્રેસ સમિતીના આગેવાનોએ દલિતો ઉપર ગુજારેલા અત્યારના વિરોધમાં તાલુકા મથક ખાતે દેખાવો સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શીત કરી જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરતું આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસી કાર્યકરોનું આવેદનપત્ર માંગરોળ મામલતદાર સ્વીકારવા આવતાં કોંગ્રેસ અાભડછેટનો આક્ષેપ મામલતદાર પર લગાવ્યો હતો.

માંગરોળ તાલુકા પ્રમુખ સુરેશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. નટવરસિંહ આડમાર, ઉંમરપાડા તા. કોંગ્રેસ પ્રમુખ નારસિંગભાઈ વસાવા સહિતના કાર્યકરો મામલતદાર કચેરી સામે એકત્ર થઈ દલિતો પર ગુજારેલા અત્યાર મુદ્દે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અને રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. ત્યારબાદ કચેરીના મુખ્ય દરવાજા પર જઈ રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર મામલતદાર આપવા માટે ગયા હતાં. જ્યાં માંગરોળ મામલતદાર મિટિંગમાં વ્યસ્ત હોવાથી આવેદનપત્ર સ્વીકારવામાં આવતાં કોંગ્રેસના આગેવાન નટવરસિંહ આડમારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા પક્ષના દલિત આગેવાન રાજેશભાઈ ગોહિલના હસ્તે આપનારું આવેદનપત્ર સ્વીકારવા મામલતદાર આભડછેટ અનુભવી રહ્યાં હોવાથી તેઓ કચેરીમાં હાજર હોવા છતાં આવેદનપત્ર સ્વીકારવા આવ્યા નથી. દલિત સમાજની ગંભીર લેખિત રજૂઆતો સ્વીકારવામાં જવાબદારો અધિકારીઓ ધ્યાન આપતાં નથી ત્યારે દલિત સમાજને ન્યાય કેવી રીતે મળશે. ત્યારબાદ નાયબ મામલતદારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા માંગરોળ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ઉનાની ઘટના સંદર્ભે આવેદન આપવા ગયા હતા

નાયબ મામલતદારે આવેદનપત્ર સ્વીકાર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો