તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડણ ગામે લગ્નમાં ડીજેમાં નાચતા યુવકને ચપ્પુના ઘા માર્યા

માંડણ ગામે લગ્નમાં ડીજેમાં નાચતા યુવકને ચપ્પુના ઘા માર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાનાં માંડણ ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં ડી.જે ના તાલે નાચી રહેલા યુવકોના ટોળાંમાં એક યુવકને અંધારામાં કોઈક ઇસમે પેટમાં ચપ્પુ મારી દીધુ હતું.

માંડણ ગામે દુકાન ફળિયામાં રહેતો સન્મુખ રામુભાઇ વસાવા ઉ.વ.16 શનિવારે રાત્રે ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં રાત્રે ગયો હતો. લગ્ન પ્રસંગમાં યુવક રાત્રે 12 વાગ્યા સુધી રોકાયો હતો. અને અન્ય યુવકોની સાથે તે પણ ડી.જે ના તાલે ડાન્સ કરવામાં મગ્ન હતો. સમયે અંધારાનો લાભ લઈ યુવકોના ટોળાંમાંથી કોઇકે સન્મુખના પેટમાં ચપ્પુ મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટનાથી લગ્ન ઉત્સવમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

ગ્રામજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સી વાનને બોલાવી નજીકના ઝંખવાવ ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ સારવાર આપી હતી. ત્યારબાદ યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...