તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગરોળની પાંચ ગ્રા.પંચાયતની ચૂંટણીમાં 90 ટકાથી વધુ મતદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળની પાંચ ગ્રા.પંચાયતની ચૂંટણીમાં 90 ટકાથી વધુ મતદાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકામાં વિભાજિત થઈ સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો પ્રાપ્ત કરનાર પાંચ જેટલી ગ્રામપંચાયતોમાં સરપંચ સભ્યપદ માટે ચૂંટણી યોજાતા મતદારોએ ઉત્સાહપૂર્વક સરેરાશ નેવું ટકાથી વધુ જંગી મતદાન કર્યું હતું.

માંગરોળ તાલુકાની નવરચીત ગ્રામપંચાયતોમાંથી એકમાત્ર નાનીફળી ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થઈ હતી. જ્યારે અન્ય પાંચ ગ્રામપંચાયતોમાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. સ્થાનિક ગ્રામપંચાયતની ચૂંટણી એટલે ગ્રામજનોની પોતાની ચૂંટણી હોવાથી અન્ય ચૂંટણીઓ કરતાં જંગી મતદાન થાય છે. જેમાં સવારથી મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી. ઉમેદવારોએ મતદારોને પોતાની તરફેણમાં કરવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેમાં ધોળીકુઇ-ઝીનોરા સંયુક્ત ગ્રામપંચાયતમા બૂથનં-1 ધોળીકુઇમાં 510નું મતદાન સાંજ સુધીમાં થયું હતું. ઝીનોરા બૂથનં-2માં 386નું મતદાન નેવું ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ધોળીકુઇ-ઝીનોરા ગ્રામપંચાયતમા ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ઉપરોક્ત ધોળીકુઇ ગ્રામપંચાયત જિલ્લા પંચાયતના સભ્ય દીપકભાઈ વસાવાના વતનની હોવાથી તેમણે પણ દિવસ દરમ્યાન હાજર રહી પોતાના ઉમેદવારોને જિતાડવા જોર લગાવ્યું હતું. પાતલદેવી ગ્રામપંચાયતમા 949નું મતદાન થતાં 91 ટકા જંગી મતદાન થયું હતું. ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત સભ્ય પુષ્પાબેન ચૌધરીના વતનની ગ્રામપંચાયત હોવાથી ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાયો હતો. મોલવણ ગ્રામપંચાયતમાં 684નું મતદાન થયું હતું. છમુંછલ ગ્રામપંચાયતમા 540નું મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો