તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘મારું મગજ કામ કરતું નથી, મને રાજસ્થાન લઈ જા’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મારું મગજ કામ કરતું નથી, મને રાજસ્થાન લઈ જા’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાનાં વાંકલ ગામે રહી પાઉભાજીની લારી ચલાવતા રાજસ્થાની યુવકે ઘર કંકાસથી કંટાળી માનસિક સંતુલન ગુમાવી ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

હાલ વાંકલ ગામે રહેતો અને મહાલક્ષ્મી પાઉભાજી સેન્ટરના નામે પાઉંભાજી-દાબેલીની લારી બજારમાં ચલાવતો યુવક જીવનભાઈ વર્ઘાસિંહ રાવત (ઉ.વ-28) મૂળ રહે, તલોબાન, તા.ડુંગરા, જી.ચિત્તોડ, રાજસ્થાન છેલ્લા દશ વર્ષથી વાંકલ ગામમાં વસવાટ કરતો હતો. જેના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર જોગીન્દર અવતરેલ હતો. પરન્તુ છેલ્લા માસથી પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઘરકંકાસ ચાલી રહ્યો હતો. હોળીના તહેવારની ઉજવણી કરવા માટે યુવક જીવન પત્ની અને પુત્રને લઈ રાજસ્થાન ગયો હતો. ત્યાં સાસરીપક્ષમાં કોઈક બાબતે ઝગડો થતાં તે પુત્ર અને પત્નીને છોડી ચાર દિવસ અગાઉ ફરી વાંકલ ગામે આવી ગયો હતો. પરંતુ ઘરના કંકાસને કારણે યુવક માનસિક રીતે હતાશ થઈ ગયો હતો. જેથી યુવકે પોતાની માસીના દીકરાને ફોન કરીને જણાવ્યુ કે મારુ મગજ કામ કરતું નથી. કઈ સમજ પડતી નથી. તમે મને વાંકલ આવી લઈ જાવ તેવું શનિવારે સાંજે પાંચ વાગ્યે ફોન ઉપર કહેતા માસીનો દીકરો સત્યનારાયણ રાવત જીવનની માં તાત્કાલિક સાંજે પાંચ વાગ્યે રાજસ્થાનથી બસમાં બેસી વાંકલ આવવા નીકળી ગયા હતા. ત્યારબાદ મળસ્કે પાંચ વાગ્યે જીવને ફરી માસીના દીકરા સત્યનારાયણને ફોન કર્યો હતો. પરંતુ ફોનની બેટરી લો થઈ જવાથી વાતચીત થતાં સવારે પાંચ વાગ્યાના સમયે જીવને ઘરમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સવારે દશ વાગ્યે જીવનની માં અને માસીનો દીકરો વાંકલ આવી પહોંચ્યા હતા. અને ઘરનો દરવાજો ખટખતાવ્યો હતો. પરંતુ બારણું ખોલતા તેઓએ મકાન માલિક અને આજુબાજુના રહીશોને બોલાવતા તેઓએ બારી ખોલીને જોતાં જીવન ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળ્યો હતો.

ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા પો.સ.ઇ સૂરજસિંગ વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતદેહનો કબ્જો લઈ મરનારના ભાઈ સત્યનારાયણ રાવતની ફરિયાદ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાઈ અને માતા રાજસ્થાનથી તાત્કાલિક વાંકલ આવવા નીકળી ગયા પરંતુ...

વાંકલમાં રાજસ્થાની યુવકનો આપઘાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો