તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉમરપાડાની 3 ગ્રા.પં.ની ચૂંટણીમાં 90 ટકા મતદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરપાડાની 3 ગ્રા.પં.ની ચૂંટણીમાં 90 ટકા મતદાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ | ઉમરપાડાતાલુકામાં નવરચિત ત્રણ ગ્રામપંચાયતોમાં સરપંચ સભ્યપદ માટે ચૂંટણી યોજાતા મતદારોએ ઉત્સાહપૂર્વક સરેરાશ 92 ટકા જેટલું જંગી મતદાન કર્યું હતું. ઉમરપાડા તાલુકાની આમલીદાબડા જુથ ગ્રામપંચાયતનું વિભાજન થતાં નવી વોર્ડ રચના સાથે બલાલકુવા, વહાર અને આમલીદાબડા સહિત ત્રણ ગ્રામપંચાયતોની રચના કરતા ત્રણેય ગામને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ આજરોજ તા-19મી માર્ચના રોજ ત્રણેય ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં આમલીદાબડા ગ્રામપંચાયત 1003 મતોનું મતદાન થયું હતું. ચાર સરપંચપદના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. વહાર ગ્રામપંચાયતની ચુંટણીમાં 935નું મતદાન થયું હતું. ત્યાં બે સરપંચના ઉમેદવારોની પેનલ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. બલાલકુવા ગ્રામપંચાયતની ચુંટણીમાં 1269 મતનું મતદાન થયું હતું. જેમાં ચાર સરપંચના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો