ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bardoli Jilla » Vankal» વાંકલમાં જીએસટી વિભાગની રેડ 5 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ

    વાંકલમાં જીએસટી વિભાગની રેડ 5 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 04, 2018, 02:50 AM IST

    માંગરોળના વાંકલ ગામે જીએસટીની વિભાગની ટીમે દરોડા પાડતાં વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો. વાંકલ ગામમાં...
    • વાંકલમાં જીએસટી વિભાગની રેડ 5 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ
      વાંકલમાં જીએસટી વિભાગની રેડ 5 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ
      માંગરોળના વાંકલ ગામે જીએસટીની વિભાગની ટીમે દરોડા પાડતાં વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો.

      વાંકલ ગામમાં શનિવારના રોજ બપોરના સમયે સર્વિસ ટેક્સ વિભાગ સુરત કચેરીની ટીમોએ દરોડા પાડી પાંચ જેટલા વેપારીઓને એક સાથે દરોડા પાડતા ગામના અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. અને આવા વેપારીઓએ પોતાની દુકાન ટપોટપ બંધ કરી દીધી હતી. વેપારી મથક ગણાતાં વાંકલ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમવાર કમર્શિયલ સર્વિસ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. જેની અસર આજુબાજુના ગામોમાં મૌસાલી, ઝંખવાવ સહિતના ગામોમાં જોવા મળી હતી. જેમાં વાંકલ ગામે જીએસટી વિભાગે શરૂ કરેલી તપાસની કાર્યવાહી અંગેની જાણ ઉપરોક્ત ગામના વેપારીઓનેથઈ હતી. હાલમાં વાંકલ ગામના વેપારીઓને ત્યાં બંધ બારણે તપાસનો દોર ચાલી રહ્યો છે. આ તપાસ રાત્રે 8.00 વાગ્યા સુધી ચાલી હતી. પરંતુ સત્તાવાર માહિતી તપાસ પૂર્ણ થયા બાદ મળશે. તેવું ફરજ ઉપરના અધિકારીઓએ જણાવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bardoli Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વાંકલમાં જીએસટી વિભાગની રેડ 5 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `