Divya Bhaskar

Home » Gujarat » Bardoli Jilla » Vankal » માંગરોળ તાલુકાનું વાર્ષિક આશા સંમેલન યોજાયું

માંગરોળ તાલુકાનું વાર્ષિક આશા સંમેલન યોજાયું

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 02:50 AM

વાંકલ | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાની તમામ આશાઓનું...

  • માંગરોળ તાલુકાનું વાર્ષિક આશા સંમેલન યોજાયું
    વાંકલ | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાની તમામ આશાઓનું વાર્ષિક સંમેલન યોજાયું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરી સ્વાગત ગીત અને પ્રાર્થના સાથે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તરસાડી યુએચસી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે બેટી બચાવો, એક પાત્રિય અભિયાન, ગરબા, નાટક, રોલ પ્લે, આદિવાસી નૃત્ય દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ સમાજના છેવાડાના નાગરિકને આશા દ્વારા કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે અંગેની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા આરસીએચ અધિકારી ડો. છારી દ્વારા આશાની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી, અને સમાજને વધુ ઉપયોગી થવા આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા જણાવવામાં આવેલ હતું. પીપોદરાની આશા શારદાબહેનની કામગીરીને વિશેષ બિરદાવીને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. શાહી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરી આશા સંમેલનનો હેતુ સમજાવવામાં આવેલ હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending