બેફામ દોડતી ટ્રકોના વિરોધમાં લોકો રસ્તા પર

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:35 AM IST
બેફામ દોડતી ટ્રકોના વિરોધમાં લોકો રસ્તા પર

માંગરોળ પોલીસે એસપી પાસે વધુ પોલીસ ફોર્સ માંગવી પડી

માંગરોળના નાની નરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપની નજીકના વાલિયા તાલુકામાં આવેલ માઈન્સમાંથી ટ્રકો મારફતે કોલસાનું વહન કરાવે છે. જેથી રાત દિવસ માંગરોળ મોસાલી ગામના રહેણાંક વિસ્તારમાંથી કોલસો ભરેલી ટ્રકો દોડતી રહે છે. શુક્રવારની રાત્રે 10.00 કલાકે માંગરોળ ભીલવાડ માર્ગ ઉપર નવી નગર વિસ્તારમાં બેફામ દોડતી બે ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક સ્થાનિક ટુવ્હીલર ચાલકનો બચાવ થયો હતો.

રાત્રિ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોનું ટોળું રસ્તા પર ધસી આવ્યું હતું. આ સમયે માંગરોળ પોસઈને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ રાત્રિના સમયે ઉશ્કેરાયેલા ટોળાનો મિજાજ જોતાં માંગરોળ પોલીસ ગભરાટમાં આવી ગઈ હતી. ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડાને આ ઘટનાની જાણ કરી વધુ પોલીસ ફોર્સની માંગ કરતાં રાત્રે 11.00 થી 12.00 દરમિયાન એસપીના આદેશને પગલે કોસંબા મહુવા સહિત મહત્તમ તાલુકા મથક ઉપર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તેમજ એલસીબી સુરત મારફતે ઘોડે માંગરોળ દોડી આવ્યો હતો અને બળપ્રયોગ કરવાના બદલે સમાધાનના પ્રયાસ કરી મામલો થાળે પાડ્યો હતો. ઉપરોક્ત બાબતે માંગરોળ પોલીસ મથકમાં કોઈ ગુનો નોંધાયો નથી.

બેફામ દોડતી કોલસાની ટ્રકના વિરોધમાં ગ્રામજનોનું આવેદન

માંગરોળ ગામે ગત રાત્રિએ બેફામ દોડતી કોલસાની ટ્રકોએ કરેલા અકસ્માતની અને કોલસાની ટ્રકો દોડાવવાથી ફેલાતા પ્રદૂષણના વિરોધમાં માંગરોળના સરપંચ નિકેશ વસાવા મોસાલી ગામના ડે. સરપંચ અસ્લમ માંજરા, ધર્મેશભાઈ બારોટ સહિતના ગ્રામજનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

લોકોનો મિજાજ પારખી જીઆઈપીસીએલે તમામ ટ્રકોને અટકાવી દીધી

શુક્રવારની રાત્રિ દરમિયાન ભીનવાડ માર્ગ પર નવા નગર પાસે બનેલી અકસ્માત ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ ટ્રકને અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ પરિસ્થિતી પામી ગયેલી જીઆઈપીસીએલ કંપનીએ પણ તમામ કોલસા ભરેલી ટ્રકોને અટકાવી દીધી હતી. જેને લઇ માર્ગ પર ટ્રકોની લાંબી કતારો સર્જાઇ હતી

X
બેફામ દોડતી ટ્રકોના વિરોધમાં લોકો રસ્તા પર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી