તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળી મુદ્દે ધરણા કરવાની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાતાલુકાના ઉભારિયા ગામના ખેડૂતોને વીજ પુરવઠો મળતા કૃષિ પાકોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. છતાં વીજ કચેરીના અધિકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતોની મુશ્કેલી દૂર કરતાં રોષે ભરયેલા ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી અને વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદો કરી છે.

ખેડૂતોએ કરેલી સામૂહિક ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ ત્રણ માસથી ખેડૂતોને અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠો મળે છે. જેથી ખેડૂતોએ વાવેલા કૃષિ પાકો ડાંગર, તુવર, કપાસ, જુવાર, શરેડી, મગ જેવા કૃષિ પાકો પાણી વિના સૂકી રહ્યાં છે. ચાલુ વર્ષે વરસાદ ખુબ ઓછો હોવાથી ખેડૂતોએ મહામહેનતે કૃષિ પાક ઉગાડ્યો છે. ત્યારે બીજી તરફ વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ વીજ પુરવઠો આપવામાં નિષ્ફળ રહ્યાં છે. હાલમાં ઉભારિયા ગામના ખેડૂતોને ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના દહેલી મોખડી ફિડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે. ખેડૂતોએ સંદર્ભમાં સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને પણ લેખિત ફરિયાદ કરી છે. તેમજ ઉભારિયા ગામના ખેડૂતોના પ્રશ્ન હલ થાય તો ઉંમરપાડા તાલુકા ખાતેથી વીજ કચેરી સામે ખેડૂતો પ્રતિક ધરણાનો કાયક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોએ વાવેલ કૃષિ પાકો પાણી વિના સુકાઈ રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...